સહાય:શહીદ જવાનોના પરિવારોને સહાયરૂપ થવા માટે ઉદાર હાથે ફાળો આપવા અપીલ

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરશડીના જ્યોતિષધામ મંદિર દ્વારા 1.25 લાખનો ચેક અર્પણ

સરહદે રાત-દિવસ પહેરો ભરી દેશની રક્ષા કાજે શહીદ થનારા જવાનોના પરિવારજનોને મદદરૂપ થવા દરશડી જ્યોતિષધામ મંદિર દ્વારા 1.25 લાખનો ચેક કલેક્ટરને અપાયો હતો અને હજુ ઉદાર હાથે ફાળો અાપવા જિલ્લાવાસીઅોને અપીલ કરાઇ છે.

શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરનારા જ્યોતિષધામ મંદિર દરશડી દ્વારા રૂ. 1,25,000નો ચેક જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. મારફતે મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની કચેરી-ભુજને સુપ્રત કરાયો હતો.

આપણા જવાનો દેશ સેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના કલ્પના ન કરી શકાય તેવી પરિસ્થિતિમાં અદભૂત ખમીર બતાવી, માતૃભૂમિના રક્ષણ કાજે શહીદ થવા, પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડિત રાખવા, આપણા ખમીરવંતા આદર્શોનું રક્ષણ કરવા પોતે બધા જ દુ:ખો ભોગવીને આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તત્પર રહે છે.

આ ઉમદા કાર્યથી લોકોમાં પ્રેરણા આવે અને દેશ ભક્તિના કાર્ય બિરદાવવા શહીદ પરિવારોની સહાય માટે ઉદાર હાથે ફાળો આપવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી બી.કે. ચાવડા દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...