• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Anukampa Kendra In Bhachau Distributed Sheets To The Needy People Living In Temporary Accommodation In The Labor Area.

વિતરણ:ભચાઉમાં અનુકંપા કેન્દ્ર દ્વારા શ્રમ વિસ્તારના હંગામી આવાસમાં રહેતા જરૂરતમંદ લોકોને ચાદરનું વિતરણ કરાયું

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝૂંપડપટ્ટીમાં રહેતા ગ્રીવા લોકોના રહેઠાણ પર જઈ સેવાભાવી મંડળ દ્વારા ઠંડીથી બચવા ચાદર અપાઈ

ભચાઉ નગર ખાતે આવેલા જૈન યુવક મંડળ સંચાલિત મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા શિયાળામાં પડી રહેલી ઠંડીથી બચવા ગરીબ લોકોને સોલાપુરી ચાદરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મંડળ દ્વારા કુદરતી આફત વખતે, દર શનિવારે અને રવિવારે તેમજ 2001ના ભૂંકપ બાદ મહિનાની દર 26 તારીખે શ્રમ એરિયામાં જઈ ગરીબ વર્ગના લોકોમાં ભોજન વિતરણ કરવામાં આવે છે. ત્યારે શિયાળાના માહોલમાં ઠંડીથી હેરાન થતા લોકોમાં ધબળા બાદ હવે ચાદરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર ભચાઉ દ્વારા દાતાઓ માતૃશ્રી બબીબેન અનોપચંદ ભાઈદામજીભાઈ મહેતા પરિવાર તથા સામત ભાઈ ખીમા ભાઈ પ્રજાપતિ પરિવાર, નયના બેન જીતેન્દ્ર ભાઈ મહેતા પરિવાર તરફથી ચારે જૈન જિનાલયોના સ્ટાફને અને શહેરના ઝૂપડપપટ્ટીના વિસ્તારોમાં રૂબરૂ જઈ કડકડતી ઠંડીમાં હેરાન થતા જરૂરતમંદ લોકોને સોલાપુરી ચાદરનું વિતરણ કરવામાં આવ્યું.

વિતરણ વ્યવસ્થા અરવિંદ ડી મહેતા, અશોક સી વોરાએ સંભાળી હતી. મંડળના ચેતન ગાંધી, ગૌતમ શાહ, તીર્થ મહેતા, તુષાર કુબડિયા, હાર્દિક મહેતા, પ્રકાશ શેઠ સિદ્ધાર્થ મહેતા તથા કેન્દ્રના તમામ સભ્યોએ સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...