તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:માધાપર બાયોડિઝલ કેસમાં મુખ્ય સુત્રધારના આગોતરા રદ્દ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેશન્સ કોર્ટમાં રદ્દ થતા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા

ગત જુલાઇ માસમાં દિવ્ય ભાસ્કર અને પશ્ચિમ કચ્છ અેસપીની ટીમે સંયુકત રીતે માધાપરમાં ધમધમતા બેઝઅોઇલના પોઇન્ટ પર દરોડો પાડયો હતો. જેમાં સ્થાનિકે ચાર અારોપી પકડાયા હતા અને મુખ્ય સુત્રધાર હાજર મળી અાવ્યો ન હતો. ગત સપ્તાહે મુખ્ય સુત્રધારે અાગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરતા રદ્દ કરવામાં અાવી હોવાનું અને અાગોતરા મેળવવા માટે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હોવાની વાત જાણવા મળી છે.

માધાપર હાઇવે મહિન્દ્રા શોરૂમ વાળી શેરીમાં મોડી રાત્રે ત્રણ વાગ્યે પશ્ચિમ કચ્છ અેસપીની ટીમને સાથે રાખી ધમધમતા બેઝઅોઇલના પોઇન્ટ પર ધામા નાખવામાં અાવ્યા હતા. 21 હજાર જેટલો ડિઝલના જથ્થા સાથે ચાર શખ્સો સ્થાનિકેથી પકડાયા હતા. તો ટેન્કર અને ટ્રેલર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં અાવ્યો હતો. અા કેસમાં મુખ્ય સુત્રધાર અલ્પેશ ચંદે (રહે. ભુજ)વાળો હાજર મળી અાવ્યો ન હતો.

ગત સપ્તાહે અાગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરતા કોર્ટે અાગોતરા જામીન અરજી નામંજુર કરી હતી અને તપાસનીશ અેલસીબીની ટીમને સમન્સ અાપવા સૂચના અાપી હતી. અારોપીના ઘરે બેથી ત્રણ વખત સમન્સ અાપવા માટે અેલસીબીની ટીમ પહોંચી હતી પણ તે હાજર મળી અાવ્યો ન હોવાની વાત અેલસીબી પીઅાઇ અેસ. જે. રાણાઅે કરી હતી. અામ, સેશન્સ કોર્ટે અાગોતરા જામીન અરજી નામંજુર કરતા અારોપીઅે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...