તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી કેસ:ચીટરના અપહરણની અફવા બાદ અન્ય રાજ્યની પોલીસ નીકળી !

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સસ્તા સોનાના નામે છેતરપિંડી કરી લાખો પડાવ્યા
  • મહારાષ્ટ્ર કે તમિલનાડુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સફેદ કલરની સ્કોડા કારમાં નાખીને લઇ ગઇ
  • પંટરિયાનો મુખ્ય અાકા ભૂગર્ભમાં ઉતરી ગયો, બનાવ સ્થળે પોલીસ ટુકડી પહોંચી અાવી

ગુજરાત અને અન્ય રાજયમાં છેતરપિંડી કરી ભુજમાં રહેતા ચીટરોને પકડવા માટે બહારની પોલીસ અવાર નવાર અાવતી હોય છે ત્યારે રવિવારે ધોળા દિવસે ન્યૂ સ્ટેશન રોડ પર બુલેટ બાઇકથી જઇ રહેલા બે પંટરીયાઅોને સફેદ કલરની સ્કોડા કારમાં અાવેલા લોકોઅે અટકાવ્યા હતા, જેમાં અેક યુવાન પકડાયો તો બીજો નાસી છુટયો હતો. યુવાને હાથાપાઇ કરી બુમાબુમ કરતા અાસપાસના લોકો વચ્ચે પડયા હતા પણ શખ્સોઅે ક્રાઇમ બ્રાન્ચનો કાર્ડ બતાવતા કોઇ વચ્ચે પડયા ન હતા અને ટીમ યુવાનને લઇ રવાના થઇ ગઇ હતી.

ન્યુ સ્ટેશન રોડ પર સવારે બાર વાગ્યાના અરસામાં બુલેટ બાઇક પરથી જઇ રહેલા ઉઝેફા લાંગાય અને અન્ય અેક યુવાને સફેદ કલરની સ્કોડા કારમાં અાવેલા શખ્સોઅે રોકાવ્યો હતો, બાઇકની પાછળ બેઠેલા હુઝેફાને કમરમાં હાથ નાખી દબોચી લીધો તો બીજો નાસી છુટયો હતો. હાથાપાઇ થતા યુવાને બુમાબુમ કરી હતી જેથી અાસપાસના લોકો તેને છોડાવવા માટે પહોંચ્યા હતા. જો કે, શખ્સોઅે ક્રાઇમ બ્રાન્ચના કાર્ડ બતાવતા કોઇ વચ્ચે પડયા ન હતા, બે જ મિનિટમાં તેને મારકુટ કરી કારમાં નાખી રવાના થઇ જતા થોડા સમય માટે અપહરણ થયુ હોવાની અફવા ફેલાઇ હતી, જેથી શહેર અે અને બી ડિવિઝનની ટીમ પહોંચી અાવી હતી. ઘટના સ્થળે યુવાનના સગા સબંધી પણ પહોંચી અાવ્યા હતા.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, અા યુવાનો સસ્તા સોનાના નામે ચીટિંગ કરતા હોવાનું અને મહારાષ્ટ્ર કે તમિલનાડુના શખ્સ સાથે ચીટિંગ કરી તેની પાસેથી રૂપિયાનો હવાલો મંગાવ્યો હોવાથી ત્યાં સ્થાનિકે ગુનો નોંધાયો હશે. પંટરીયા ચીટર પકડાતા મુખ્ય અાકા ભુગર્ભમાં ઉતરી ગયો હતો.

50 ટકા રૂપિયાની રોકડી ચીટરોનો અાકા કરે
ચીટર પંટરીયાઅો ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને શીશામાં ઉતારે બાદમાં અેમના અેક અાક્કાની કાર અને તેના પાસે રહેલા બે સાચા સોનાના બિસ્કીટ લઇ શખ્સને વિશ્વાસ બેસાડવા માટે બતાડે છે. બાદમાં તેની પાસેથી અેડવાન્સ પેટે 10થી 15 લાખ રૂપિયા પડાવતા હોય છે.

ચીટિંગ કરી હોય તેની મુળ રકમની રોકડી તેમનો અાક્કા કરી છે અને બાકીના પંટરીયાઅો ભાગ કરી નાખતા હોય છે. મહારાષ્ટ્ર કે તમિલનાડુના શખ્સને શીશામાં ઉતાર્યા હોવાથી ત્યાંની ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવ્યો હોવાનું સુત્રોઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...