લોકાર્પણ:દરિયા કિનારે વધુ એક સેવાનો શુભારંભ, માંડવીમાં કેન્દ્રીય શિપિંગ મંત્રી સોનોવાલે લાઈટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીએ કંડલા પાસેના અગરના કામદારો સાથે વાતચીત કરી ખબરઅંતર પૂછ્યાં

કચ્છમાં ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે પધારેલા કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનેવાલ દ્વારા ગઈકાલે કરોડો રૂપિયાના ખર્ચે દીનદયાળ પોર્ટના વિકાસ માટે પરિયોજનની તક્તિનું અનાવરણ કરાયા બાદ આજે ત્રીજા દિવસે વિવિધ વિકાશ લક્ષી કાર્યક્રમોમાં હાજર રહી નવી સુવિધાઓને ખુલ્લી મૂકી હતી. જેમાં માંડવી ખાતે નવા લાઈટ હાઉસ (દીવાદાંડી)નું લોકાર્પણ કર્યું હતું

કેન્દ્રીય શિપિંગ મંત્રી સોનોવાલે આજે બપોરે પશ્ચિમ કચ્છના દરિયા કિનારાના માંડવી બીચ ખાતે ઉપસ્થિત રહી લાખોના ખર્ચે તૈયાર થનાર નવા લાઈટ હાઉસ (દીવાદાંડી)ની રીબીન કાપી ઉદ્ઘાટન કર્યું હતું. દરિયા કિનારે વધુ એક સેવાનો શુભારંભ કરાવ્યો હતો. લોકાર્પણના આ અવસરે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, અને માંડવી મુન્દ્રના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા સહિતના પદાધિકારી અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માંડવી શહેરના લોકો દ્વારા મંત્રીનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

અલબત્ત માંડવી પૂર્વે કેન્દ્રીય મંત્રી સોનોવાલે આજે સવારે કંડલા નજીકના ગાંધીધામ કાંઠા વિસ્તારના નમક ઉત્પાદન કરતા સોલ્ટ કારખાનાં અને મીઠાના અગરોની મુલાકત લઈ જાત માહિતી મેળવી ખુશી જાહેર કરી હતી. તેમની સાથે ડીપીટીના આઈએફએસ ચેરમેન એસ.કે.મહેતાએ સાથે રહી મીઠા ઉત્પાદન અંગે માહિતી આપી હોવાનું પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ સ્થાનિક મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓની પણ મુલાકાત લઈ ખબરઅંતર પૂછ્યા હતા. અને આ વિશે તેમણે પોતાની ખુશી ટ્વિટર પર વીડિયો શેર કરીને આપી હતી

અન્ય સમાચારો પણ છે...