તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:આફત સમયે કચ્છ વિખુટું ન પડી જાય તે માટે રસ્તાનો અન્ય વિકલ્પ અનિવાર્ય

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂરજબારી રેલવે પુલ નજીક માર્ગ તૂટતાં ટ્રાફિકની સમસ્યા
  • નલિયા-ભાવનગર એસ.ટી.ના મુસાફરોએ બસમાં રાત વિતાવી

સૂરજબારી પાસેના રેલવે પુલ નજીક રોડ તૂટી પડતાં મહા મોટો ટ્રાફિક જામ થયો હતો અને નલિયા-જામનગર બસના પેસેન્જરોને અાખી રાત બસમાં જ વિતાવી પડી હતી. સૂરજબારી રેલવે પુલ પાસેનો માર્ગ અવાર-નવાર તુટતા વાહન વ્યવહાર બાધિત થતો હોવાથી કચ્છના સાસદે જવાબદાર ઓથોરિટીને ટ્રાફીક જામ ન થાય તેની તકેદારી રાખવા તાકીદ કરી હતી તેવામાં શનિવારે ફરી ટ્રાકિક જામ થતાં, અા માર્ગ જ બંધ થઇ ગયો હતો અને નલિયા-ભાવનગર બસના મુસાફરોને અાખી રાખ બસમાં પડ્યા રહેવું પડ્યું હતું. સવારે 7 વાગ્યે બસ ટ્રાફિકમાંથી નીકળી હતી.

વારંવાર ટ્રાફિક જામ થાય છે તેમ છતાં મસમોટો ટોલ ટેક્ષ ઉઘરાવતી ઓથોરિટી કે, સરકારની ટ્રાફિક જામ ન થાય તે માટેના પગલા લેવાની કોઇ જવાબદારી નથી ?. ન કરે નારાયણ ને પાકિસ્તાન સાથે યુઘ્ઘ થાય કે, ભાગ ફોડિયા ત્તત્વો પુલને નુકસાન કરે કે કોઇ અાપત્તિ સમયે કચ્છનો સંપર્ક જ તૂટી જાય તેમ છે, જેથી સંબંધિત અોથોરિટી, તંત્રને ન માત્ર સુચના અાપી માર્ગના ત્રીજા વિકલ્પ મુદ્દે રજૂઅાત કરવી જોઇઅે. અલગથી નવો રસ્તો અને પુલ બનાવવાની રજૂઅાત સાંસદે યુઘ્ઘના ઘોરણે કરવી જોઇઅે. હાલે પુલ પાસે રોડ જયાં તુટ્યો છે ત્યાં રોડ પરનું પહોળું ડિવાઈડર હટાવી રોડ પહોળો કરવામાં આવે તો સમારકામ થાય ત્યા સુઘી રોડ પહોળો થતાં ટ્રાફિક જામની સમસ્યા હળવી બની શકે છે.

બાકી સમયસર પુલ ન બનાવી, ટ્રાફિક જામ વારંવાર થવા છતાં વૈકલ્પિક રોડ ન બનાવી શકનારી અોથોરિટી અને સત્તાપક્ષના પ્રતિનિધિઅો માત્ર વિકાસની વાતો જ કરે છે અેમ કોગ્રેસ મીડિયા ડીપાર્ટમેન્ટના સૌરાષ્ટ્ર ઝોનના કમિટી મેમ્બર ભગીરથસિંહ રાણાઅે જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, આ માર્ગે ટ્રાફિક જામના દ્રશ્યો હવે રોજિંદા બની ગયા છે.

અન્ય સમાચારો પણ છે...