તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા કેસ:બુકી નરેશને સીમકાર્ડ આપનારા ભુજના વધુ એક કચ્છી દેવીશેઠનું નામ ખુલ્યું; NIA ટીમે શેઠની હોટેલ-ક્લબ પર દરોડો પાડ્યો

ભુજ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

એન્ટિલિયા પ્રકરણમાં એન.આઇ.એ.ની ટીમે સચીન વઝે, કોન્સ્ટેબલ વિનાયક સીંદે અને કચ્છના બુકી તેમજ અમદાવાદના કારખાનેદારની અટકાયત કરી હતી. ભુજના બુકી નરેશને આ સીમકાર્ડ મુળ સામખિયાળીના દેવીશેઠ જૈન તરફથી મળ્યા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી હતી. સાઉથ મુંબઇમાં આવેલી તેની હોટેલ-ક્લબ પર એન.આઇ.એ.ની ટીમે દરોડો પાડયો હતો. મુંબઇના એન્ટિલિયા વિસ્ફોટક કારના પ્રકરણમાં સચિન વઝેની અટકાયત કરવામાં આવી હતી, બાદમાં તપાસનો રેલો કચ્છ સુધી પહોંચ્યો હતો.

વધુ એક કચ્છનું કનેક્શન સામે આવ્યું
ઉપયોગમાં લેવાયેલા સિમકાર્ડ મુળ ભુજના નરેશ બુકીએ કોન્સ્ટેબલ વિનાયક સીંદેને આપ્યાનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં તે સીમકાર્ડ મેનેજ અમદાવાદના એક કારખાનેદારે કરી આપ્યા હતા અને હવે વધુ એક કચ્છનું કનેકશન સામે આવ્યું છે. નરેશ બુકીને સીમકાર્ડ સામખિયાળીના દેવીશેઠ જૈને અપાવ્યા હતા. માહિતી મળતા જ સાઉથ મુંબઇમાં ધ કલ્ચર હાઉસ પર એનઆઇએની ટીમ પહોંચી હતી, હોટેલના ઓનર દેવીશેઠ જૈને સીમકાર્ડ નરેશ બુકીને આપ્યા હતા, જે સિમકાર્ડ વિનાયક સીંદેને અપાય અને તેણે સચીન વઝેને આપ્યા હતા.

NIAની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
નરેશ બુકી અને વિનાયક સીંદે તેમજ સચીન વઝે હાલ પોલીસની ગીરફ્તમાં છે. મનસુખ હિરેન મર્ડર કેસમાં જે સીમ ઉપયોગમાં લેવાયા હતા, જે સીમકાર્ડ વિનાયક સીંદેએ વઝેને આપ્યા હતા અને તે સીમ નરેશ પાસેથી સીંદેને મળ્યા હતા. એન.આઇ.એ.ની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે જાણવા મળ્યું હતું કે, નરેશ પણ આ હોટેલમાં જ બેસીને પોતાનો ધંધો કરતો હોય તેવા ચિત્રો ઉપસ્યા હતા. હોટેલમાં એક ક્લબ પણ હતી જેના મેમ્બરશીપના કાર્ડ મળી આવ્યા હતા.તો હોટેલની ક્લબમાં જુદી જુદી ટેબલો મુકવામાં આવી હતી જેની સામે ટીવી પણ રાખવામાં આવ્યા હતા અને પ્લેઇંગ કાર્ડસ પણ મળી આવ્યા હતા.

દેવીશેઠ જૈનના અનેક જુગારના અડ્ડાઓ મુંબઇમાં છે
આમ ક્લબમાં અનધિકૃત પ્રવૃત્તિ થતી હોવાની ગંધ પણ આવી હતી. તો નરેશ બુકી પણ ત્યાં જ બેસીને પોતાનો વહીવટ ચલાવતો હોવાની વાત સામે આવી હતી. નરેશને દેવી શેઠ જ મુંબઇ લઇ ગયાે હતો. ભુજનો નરેશ બુકી લાઇન ચલાવવામાં માસ્ટર હોવાથી તેને મુંબઇ લાઇન ચલાવવા માટે લઇ ગયો હતો. સામખિયાળીના મુળ દેવી શેઠ જૈનના જુગારના હાટડાઓ સાઉથ મુંબઇ તેમજ અન્ય જગ્યાઓ પર આંકડા, યાંત્રિક જુગાર, ક્રિકેટ સટ્ટાના હાટડાઓ પર નરેશ બુકીની પકડ હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો