તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂકંપ:કચ્છમાં આજે વધુ એક 3.5ની તીવ્રતાનો આફ્ટરશોક ખાવડા નજીક અનુભવાયો

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2001ના ભૂકંપ બાદ સમયાંતરે આવતા આંચકાનો સીલસીલો 20 વર્ષે પણ કાયમ

ભૂકંપ ઝોન 5માં આવતો કચ્છ વિસ્તાર ધરતીકંપના અનેક નાના મોટા આંચકાઓથી સમયાંતરે કંપી રહ્યો છે. જેમાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા આફ્ટરશોકનો આંકડો હજારોની સંખ્યાને પાર પહોંચી જવા પામ્યો છે. ત્યારે આજે વધુ એક ધરતીકંપના આંચકાથી ખાવડા વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો.

વહેલી સવારે 3.54 કલાકે 3.5ની તીવ્રતાનો આંચકો આવ્યો

ભુજ તાલુકાના ઉત્તર દિશાએ સરહદી ખાવડા વિસ્તારમાં આજે વહેલી સવારે 3.54 કલાકે 3.5ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ખવડાથી 22 કી.મી. દૂર કેન્દ્રબિંદુ ધરાવતા ભૂકંપના કારણે આ વિસ્તારના લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા. અને ક્ષણભર માટે ગભરાઈ ઉઠ્યા હતા. સદનસીબે ખાસ કોઈ નુકસાની થવા પામી નથી. કચ્છમાં આજે વધુ એક 3.5ની તીવ્રતાનો આફ્ટરશોક ખાવડા નજીક અનુભવાયો છે. જેમાં 2001ના ભૂકંપ બાદ સમયાંતરે આવતા આંચકાનો સીલસીલો 20 વર્ષે પણ કાયમ છે.

અન્ય સમાચારો પણ છે...