આફટરશોક:વાગડ ફોલ્ટલાઈનમાં વધુ એક 3.1ની તીવ્રતા ધરાવતો આફટરશોક

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રીના 11.37 કલાકે ભચાઉથી 25 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ

કચ્છમાં હાલ શિયાળાની ઠંડી ચરમસીમાએ પહોંચી છે. જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમ બન્યો છે. તે વચ્ચે ભૂકંપ ઝોન 5માં આવતા જિલ્લામાં ધરતીકંપનો વધુ એક આંચકો ભચાઉ તાલુકામાં અનુભવાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર શનિવારે રાત્રે 11.37 કલાકે ભચાઉથી 25 કિલોમીટર દૂર ધરતીકંપનો 3.1ની તીવ્રતા ધરાવતો આંચકો રિકટર સ્કેલ પર નોંધાયો હતો. જોકે, શિયાળાના કારણે વહેલા સુઈ જતા લોકોને આંચકાની વિશેષ ખબર જણાઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...