તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:કચ્છમાં વધુ 16069ને રસી અપાઈ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં હજુ સુધી બંને મળીને કુલ 6.64 લાખ ડોઝ અપાયા
  • કુલ મતદારોના માત્ર 9.50 ટકા વ્યક્તિએ જ બંને ડોઝ લીધા

કચ્છમાં શનિવારે વધુ 16069 વ્યક્તિઅે રસી અપાઈ હતી, જેમાં તાલુકા મુજબ જોઈઅે તો સાૈથી વધુ ગાંધીધામમાં 3780 અને ભુજમાં 3730 વ્યક્તિનો સમાવેશ થાય છે. ત્યારબાદ ક્રમશ: અંજારમાં 2402, મુન્દ્રામાં 1800, માંડવીમાં 1613, ભચાઉમાં 814, નખત્રાણામાં 736, રાપરમાં 477, લખપતમાં 422, અબડાસામાં 295 વ્યક્તિનો સમાવેશ થાય છે.કચ્છમાં મતદાર યાદી મુજબ 15 લાખ 69 હજાર 316 મતદારો છે, જેમાંથી પ્રથમ ડોઝ 5 લાખ 15 હજાર 432 વ્યક્તિને અપાયો છે. અામ, કુલ મતદારોના 32.84 ટકાઅે રસી લીધી છે.

જ્યારે બીજો ડોઝ 1 લાખ 49 હજાર 155 વ્યક્તિને અપાયો છે. જે પ્રથમ ડોઝ લેનારા 5 લાખ 15 હજાર 432 વ્યક્તિના 28.94 ટકા થાય છે. અામ, પ્રથમ ડોઝ લેનારામાંથી માત્ર 28.94 વ્યક્તિઅે જ બીજો ડોઝ લીધો છે. કચ્છ જિલ્લામાં હજુ સુધી પ્રથમ અને બીજો મળીને કુલ 6 લાખ 64 હજાર 587 ડોઝ અપાઈ ગયા છે. પરંતુ, બંને ડોઝ લેનારી માત્ર 1 લાખ 49 હજાર 155 વ્યક્તિ જ છે. અામ, કચ્છ જિલ્લામાં કુલ 15 લાખ 69 હજાર 316 મતદારોના માત્ર 9.50 ટકા વ્યક્તિઅે જ બંને ડોજ લીધા છે.

તમામ પુખ્ત વ્યક્તિ બંને ડોઝ ન લે ત્યાં સુધી ખતરો
કચ્છમાં મતદાર યાદી મુજબ કુલ 15 લાખ 69 હજાર 316 મતદારો છે. પરંતુ, બંને ડોઝ માત્ર 1 લાખ 49 હજાર 155 વ્યક્તિઅે જ લીધો છે. અામ, તમામ પુખ્ત વ્યક્તિ બંને ડોઝ ન લઈ લે ત્યાં સુધી સંક્રમણનો ખતરો રહેલો છે, જેથી તમામ વ્યક્તિઅે હજુ પણ મોઢે માસ્ક પહેરવું જરૂરી છે. ભીડભાડથી દૂર રહેવું જરૂરી છે.
બીજો ડોઝ હજુ 3.66 લાખ લોકોએ નથી લીધો
કચ્છમાં 15 લાખ 69 હજાર 316 પુખ્ત વ્યક્તિમાંથી પ્રથમ ડોઝ 5 લાખ 15 હજાર 432 વ્યક્તિઅે લીધો છે. પરંતુ, પ્રથમ ડોઝ લેનારામાંથી બીજો ડોઝ માત્ર 1 લાખ 49 હજાર 155 વ્યક્તિઅે જ લીધો છે. અામ, પ્રથમ ડોઝ લીધા બાદ હજુ 3 લાખ 66 હજાર 277 વ્યક્તિઅે બીજો ડોઝ લીધો નથી.

અન્ય સમાચારો પણ છે...