પરીક્ષા શરૂ:કચ્છની પ્રાથમિક શાળામાં 1.70 લાખ છાત્રોની વાર્ષિક પરીક્ષા શરૂ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ ગણિતના પેપરમાં 8 ટકા જેટલા વિદ્યાર્થી ગેરહાજર

સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઅોમાં પણ ધોરણ 3થી 8ના 1 લાખ 70 હજાર છાત્રોની વાર્ષિક પરીક્ષા સોમવારથી શરૂ થઈ ગઈ હતી. જોકે, 8 ટકા જેટલા છાત્રો ગેરહાજર રહ્યા હતા. 2020ના માર્ચ માસમાં કોરોનાઅે કચ્છમાં પગ પેસારો કર્યા બાદ પ્રાથમિક શાળાઅો મોટાભાગે બંધ રહી હતી. છેક 2022ના શૈક્ષણિક સત્રથી નિયમિત શરૂ કરાઈ છે.

અામ, માસ પ્રમોશનથી ઉપલા ધોરણમાં ચડાવેલા છાત્રોને ઉપલા ધોરણનું શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ મળ્યા બાદ પ્રથમ વખત શાળામાં વાર્ષિક પરીક્ષા અાપી હતી. પ્રથમ પેપર ગણિતનું હતું ત્યાં 8 ટકા જેટલા વિદ્યાર્થીઅો ગેરહાજર રહ્યા હતા.

જોકે, છાત્રોને નાપાસ ન કરવા અને ઉપલા ધોરણમાં ચડાવી દેવાના છે અેટલે નબળા છાત્રોને ખાસ કશો ફરક નથી પડવાનો પણ હોશિયાર છાત્રોના વાલીઅોઅે પોતાના બાળકોના સારા ગુણ માટે મહેનત કરી હતી, જેથી અેવા છાત્રોઅે પરીક્ષા સમયનો પૂરેપૂરો ઉપયોગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...