તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:યુનિવર્સિટીની આગામી પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફી ભરવાની પદ્ધતી તેમજ લેઇટ ફીની પણ જાહેરાત કરાઇ

કચ્છ યુનિવર્સિટી દ્વારા લેવાનારી આગામી જાન્યુઆરીની પરીક્ષાઓ અંગેની તારીખો જાહેર કરી દેવાઇ છે, તો કઇ તારીખ સુધી લેઇટ ફી વગર ફોર્મ સ્વિકારાશે તેમજ બાદમાં કેટલી લેઇટ ફી વસુલવામાં આવશે તેની જાહેરાત પણ કરાઇ હતી. પ્રથમ તબક્કામાં બીબીએ સેમ 3-5, બીસીએ 3-5, બીએ 3-5, બીકોમ 3-5 , બીએસસી 3-5, એમએસસી 3-5, એમબીએ 1-3-5, બીએડ 3, એલએલબી 2-4ના છાત્રો 8મીથી 21મી સુધી ફોર્મ ભરી શકશે, 24મી પછી 100 રૂપિયા લેઇટ ફી સાથે, 29મીથી 500 અને 31મી પછી 1000 રૂપિયા લેઇટ ફી સાથે ફોર્મ સ્વિકારાશે.

તો બીજા તબક્કામાં બીબીએ સેમ 1, બીસીએ 1, બીએ સેમ 1, બીકોમ 1, બીએડ 1, એલએલબી સેમ 1,3,5, એમએસસી 1-3, એમએસડબ્લ્યુ 1-3, એમબીએ 1-3, એમપીએ 1-3, એમએ 1-3, એમકોમ 3, એમએસસી 1-3 અને પીજીડીસીએ સેમ.1ના છાત્રો 15મી થી 30મી સુધી લેઇટ ફી વગર, 31મીએ 100 રૂપિયા, 5મીથી 500 અને 7મીથી 1 હજાર રૂપિયા લેઇટ ફી સાથે ફોર્મ સ્વિકારવામાં આવશે. પરિણામ જાહેર થયા બાદ 15 દિવસમાં ગુણ ચકાસણી કરવામા઼ આવશે, પરીક્ષા શરૂ થવાના ત્રણ દિવસ પૂર્વે ઇન્ટર્નલ માર્કશીટ અપલોડ કરવાનું શરૂ કરી શકાશે જે કામગીરી 10 દીવસમાં પુર્ણ કરવાની રહેશે. ટપાલ મારફતે ફોર્મ સ્વિકારવામાં નહીં આવે તેવું પણ યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો