તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:શેરી ફેરિયાઓ માટે તાત્કાલિક આર્થિક રાહત નીતિ જાહેર કરો

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભુજ શેરી ફેરિયા સંગઠને મુખ્યમંત્રી સમક્ષ નાખી ધા

કોરોનાના સંક્રમણની ચેઇન તોડવા કચ્છમાં સ્વૈચ્છિક, આંશિક કે તંત્ર દ્વારા લોક ડાઉન જાહેર કરાયું છે જેને કારણે દૈનિક રોજગારી મેળવીને પરિવારનું ગુજરાન ચલાવતા શેરી ફેરિયાઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. હાલે આવક માટે અન્ય કોઇ સાધન ન હોતાં રાજ્ય સરકાર ખાસ આર્થિક રાહતની જાહેરાત કરે તેવી માગ ભુજ શેરી ફેરિયા સંગઠને મુખ્યમંત્રી સમક્ષ કરી છે. ગત વર્ષે બે માસ માટે લદાયેલા લોક ડાઉનથી રોજી રોટી બંધ થવાના કારણે લાખો લોકો અત્યંત વિકટ સ્થિતિમાં મુકાયા હતા.

હજુ તેની કળ વળી નથી તેવામાં ફરી સરકાર દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે જેને કારણે અનેકની ફરી વાર રોજગારી છીનવાઇ ગઇ છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા ફેરિયાઓ માટે ઓછામાં ઓછા બે મહિના સુધી પ્રતિ માસ 5 હજાર લેખે આર્થિક સહાય જાહેર કરાય.ફેરિયાના સંતાનો માટે પાછલા અને નવા શરૂ થનારા સત્ર માટે શિક્ષણ ફી માફ કરવામા આવે, જે ફેરિયા પાસે મા કાર્ડ ન હોય તેમને પણ યોજનાનો લાભ આપવામાં આવે, મકાન ભાડું ભરવા માટે આર્થિક ટેકો જાહેર કરાય, ખાણી-પીણીના લારી ધારકોને હોટેલોની જેમ પાર્સલ સુવિધાની છૂટ અપાય

સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ફૂડ પેકેટ પહોંચાડવા માટે અગ્રિમતા આપવામાં આવે, ક્વોરંટાઇન લોકોને ભોજન પહોંચાડવા માટે ફેરિયાઓની મદદ લઇને રોજગારી આપવામાં આવે, શહેરી વિસ્તારોમાં ખુલ્લા પ્લોટમાં જગ્યા ફાળવીને સપ્તાહમાં ત્રણ-ચાર દિવસ વ્યવસાયની સુવિધા આપવામાં આવે, રાજ્ય સ્તરે પણ પીએમ સ્વનિધિ યોજના માટે વિચાર કરાય તેવી માગ ભુજ શહેર શેરી ફેરિયા સંગઠનના મામદ લાખા, કૃષ્ણકાંત ચૌહાણ, રાજેશ દાવડા, મીત શાહ, અભિષેક ઠક્કર સહિતના 30 જેટલા સભ્યોએ કરી હતી. અનેક કામોમાં બહેનો મોટી સંખ્યામાં સામેલ છે. તેઓ પણ ઘર સાચવવા અનેક પ્રયાસો કરી રહી છે. રાહત નીતિ જાહેર થશે તો મહિલાઓને પણ મદદ થશે તેમ રજૂઆતમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો