કચ્છમાં ભાજપને શર્મશાર કરતી વધુ એક ઘટના બહાર આવી છે. અંજાર વિધાનસભા બીજેપી નામના એક ગ્રુપમાં મંગળવારે રાત્રે ભાજપના જ એક સક્રિય સભ્યએ પોતાની બિભત્સ સેલ્ફી શેર કરતા ચકચાર મચી હતી. જોકે થોડી મિનિટોમાં જ આ સભ્યએ આ તસવીર દૂર કરી દીધી હોવાથી ગ્રુપના મોટાભાગના સભ્યોને તેની જાણ થઇ ન હતી. જોકે કેટલાક સભ્યોને જાણ થઇ જતા વાત ફેલાઇ ગઇ હતી.
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ અંજાર વિધાનસભા બીજેપીના આ વોટ્સઅપ ગ્રુપમાં પૂર્વ મંત્રી વાસણ આહિર સહિત અનેક મહિલા સભ્યો પણ છે. તેવામાં મંગળવારે રાત્રે 11.30 વાગ્યાના અરસામાં ભુજ તાલુકાના આહિરપટ્ટીના અને અંજાર વિધાનસભા મતવિસ્તારમાં આવતા એક ગામના ભાજપના સક્રિય સદસ્યએ પોતાની ખૂબ જ અશ્લીલ અને અર્ધનગ્ન સેલ્ફી શેર કરી દીધી હતી. રાત્રીનો ભાગ હોવાથી તથા થોડીવારમાં જ આ તસવીર ડિલિટ કરી દેતા મોટાભાગના ગ્રુપના સભ્યોને આ બનાવની જાણ થઇ ન હતી. જોકે વોટ્સઅપ ગ્રુપના કેટલાક સક્રિય સભ્યોએ તાત્કાલિક આ તસવીરનો સ્ક્રીનશોટ લઇ લીધો હતો. અને આ માહિતી ફેલાવી દીધી હતી !
સુત્રોએ જણાવ્યું હતું કે પોતાનો જ અશ્લીલ ફોટો શેર કરનાર આ સભ્ય ખનિજના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતી એક જ્ઞાનિમાં હોદો પણ ધરાવે છે. તથા હિન્દુવાદી સંસ્થામાં પણ જોડાયેલા છે.
તપાસ બાદ ગ્રુપમાંથી કઢાશે : ગ્રુપ એડમિન
ગ્રપુના એડમિન રણોછડ વાસણ આહિરે આ બાબતે જણાવ્યું હતું કે અા અંગે જાણકારી મળી છે. મોડીરાત્રે પોસ્ટ આવી હતી અને ડિલિટ થઇ ગઇ છે. તેથી અા બાબતે તપાસ કરાશે. જે જવાબદાર હશે તેને ગ્રુપમાંથી કાઢી નાંખવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.