તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકની ગાંધીગિરી:અંજારના શિક્ષકે શિક્ષક દિને ઉપેક્ષિત તોલર સરોવરની પાળે ઉગેલા વૃક્ષોને કલર કરીને ઉજવ્યો

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઐતિહાસિક તળાવ પ્રત્યે સ્થાનિક તંત્રની ઉદાસીનતા છતી થઈ

પૂર્વ કચ્છના ઐતિહાસીક શહેર અંજારનું નામ જેસલ તોરલની સમાધિના કારણે સમગ્ર રાજ્યમાં જાણીતું છે. એવા પાવન ભૂમિ ધરાવતા શહેરમાં આવેલું ખાડીયા તળાવ જે તોરલ સરોવરના નામથી ઓળખાય છે. ત્યારે શહેરની ધરોહર સમાં સરોવર પ્રત્યે સ્થાનિક તંત્રની ઉપેક્ષિતતા આજે શિક્ષકદિવના શિક્ષકના સેવા કાર્યથી છતી થવા પામી હતી.

અંજાર શાહેરની પ્રાથમિક શાળા ન. 16ના આચાર્ય મેહુલભાઈ દવે આજે તોરલ સરોવર પાળે ઊગેલા વૃક્ષોને સુશોભિત કરવાના હેતુ સાથે ચુનો અને ગેરુના રંગથી કલર કરતા જોવા મળ્યા હતા. સરોવર ફરતે સવારથી બપોર સુધીમાં મોટા ભાગના વૃક્ષોને અલગારી શિક્ષકે કલર કરીને પોતાની કાર્યશૈલીથી ઉપસ્થિત સૌને આકર્ષિત કર્યા હોવાનું પીયૂષભાઈ આહિરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...