તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માધાપરમાં ભાડાના મકાનમાં સટ્ટો રમાડતો અંજારનો શખ્સ પકડાયો

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એલસીબીએ રોકડ રૂપિયા,ટીવી,મોબાઇલ, લેપટોપ અને કાર સહિત 7,08,640નો મુદામાલ કબજે લીધો

ભુજ તાલુકાના માધાપર ખાતે શીવમપાર્કમાં ભાડાના મકાનમાં એલસીબીએ દરોડો પાડીને અંજારના શખ્સને ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા અંજારના યુવકને રોકડ રૂપિયા 640 અને ટીવી લેપટો ત્રણ મોબાઇલ તેમજ ક્રેટા કાર સહિત રૂપિયા 7,08,640ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે માધાપરના શીવમ પાર્કમાં મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન નવા અંજાર ખાતે નગરપાલિકાની સોસાયટીમાં રહેતા માધાપરમાં ભાડાના મકાનમાં ક્રિકેટનો સટટો રમાડતા દિપક ઉર્ફે જગદીશ અમૃતલાલ સોની (ઉ.વ.52)ને ઝડપી પાડ્યો હતો. આરોપી ઇંગલેન્ડ ટુર ઓફ ઇન્ડિયાની ભારતમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસીઅશન સ્ટેડીયમ પુના ખાતે રમાતી ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા ઝડપાઇ ગયો હતો.

આરોપીઓ પાસેથી રૂપિયા 640 રોકડા, 4 હજારના ત્રણ મોબાઇલ, ત્રણ હજારનું ટીવી એક હાજરનું લેપટોપ અને 7 લાખની ક્રેટા કાર સહિત 7,08,640નો મુદામલ કબજે કર્યો હતો. એલસીબી દ્વારા આ મામલે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો રજિસ્ટ્રર કરાયો હતો. આ દરોડામાં એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એસ.જે.રાણા સાથે એલસીબીનો સ્ટાફ કાર્યવાહીમાં જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો