તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Welcome 2021
  • Anjar Became A Government Doctor, A True Corona Warrior: Infected Himself During The Treatment Of Patients, Returned To The Corona Ward As Soon As He Recovered

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસ્સા જિંદગીના અને જિંદગી બચાવવાના:અહીં ક્લિક કરી વાંચો કચ્છના કોરોનાકાળના કપરા સમય વચ્ચે જીવના જોખમે ફરજ બજાવતા વોરિયર્સના સંઘર્ષમય કિસ્સાઓ

ભુજ/અંજાર/ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. પાર્થ જાની - Divya Bhaskar
ડો. પાર્થ જાની
  • મહામારી વચ્ચે મહાજોખમે બજાવી ફરજ : કોવિડ-19ના કપરાકાળમાં જાણે જીવન મંત્ર બનાવ્યો ‘હારે એ બીજા’
  • 450થી વધારે કોરોનાગ્રસ્તોની કરી સારવાર
  • કોરોનાનો કોઈ ડર નથી, હજુએ પહેલા જેવા જુસ્સાથી ટ્રિટમેન્ટ કરૂ છું - ડો. પાર્થ જાની

ગત માર્ચ મહિનાથી કોરોનાના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આવી મહામારી વચ્ચે લોકો માત્ર ભગવાન અને તેના સ્વરૂપ ગણાતા ડોક્ટરોના આશરે જ રહ્યા છે. પોતાના જીવના જોખમે ફ્રન્ટ લાઇન વોરિયર તરીકે અવિરત કાર્યરત તબીબો અને મેડિકલ સ્ટાફની તનતોડ મહેનત તથા સેવાની ભાવનાના કારણે તેમનું મહત્વ ખૂબ વધી ગયું છે. તે પ્રમાણે અંજારના એક ડોક્ટરે પણ જીવના જોખમે સંક્રમિત દર્દીઓની સેવા કરી ખુદ આ જોખમી રોગમાં સપડાયા તેને મ્હાત કરીને બહાર આવ્યા અને હવે ફરી સેવારત બનીને ખરા કોરોના વોરિયર્સ તરીકેની ફરજ અદા કરી છે.

અંજાર તાલુકાના મેઘપર-બોરીચીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ-2ના તબીબી અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. પાર્થ જાનીની સેવા અને ખુમારીનો આ કિસ્સો જાણવા જેવો છે. લગભગ 450થી વધુ કોવિડ દર્દીઓની સારવાર કરી ચૂકેલા ડો. પાર્થે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનાથી જ તેમણે કોરોના સંદર્ભેની કામગીરી આરંભી દીધી હતી. શરૂઆતમાં કચ્છના સૌથી મોટા ક્વોરનટાઇન સેન્ટર મેઘપર-બોરીચી ખાતે આવેલી લીલાશા કુટિયામાં દર્દીઓની તપાસણી માટેની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. જે બાદ ગડા પાટીએ આવેલી વાયબલ કોરોના હોસ્પિટલમાં જૂન મહિનામાં તેમને તબદીલ કરાતા દર્દીઓની સારવારની કામગીરી આદરી હતી. જ્યાંથી બદલી પામી જુલાઈ મહિનામાં ઓલ્ડ હરિઓમ કોરોના હોસ્પિટલ આદિપુર ખાતે મેડિકલ ઓફિસર તરીકે મૂકાયા હતા. જ્યાં અનેક દર્દીઓની સારવાર કરવામાં આવી હતી, જ્યાં તેમણે અતિ ગંભીર દર્દીઓની પણ સારવાર કરી સ્વસ્થ બનાવ્યા હતા.

બાદમાં તેમને આ જ હોસ્પિટલમાં નોડેલ ઓફિસર તરીકે નીમવામાં આવતા સારવાર ઉપરાંત વહીવટી કાર્ય પણ સંભાળ્યો હતો. દિવાળી બાદથી અંજારની સરકારી કોરોના હોસ્પિટલમાં મેડિકલ ઇન્ચાર્જ બનાવાતા તેઓ આ હોસ્પિટલમાં પણ દર્દીઓની સેવામાં લાગ્યા હતા. અંજારની કોરોના હોસ્પિટલમાં દર્દીઓની સારવાર દરમ્યાન તા. 24/11ના તેઓ ખુદ કોરોના સંક્રમિત થયા હતા. જેથી હોમ આઇસોલેશનમાં રહી પોતે જાતે જ પોતાની સારવાર કરી હતી. જેથી તેઓ સ્વસ્થ થઈ જતા તા. 11/12થી ફરી અંજારની સરકારી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દર્દીઓની સારવારમાં લાગી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ ક્યારેય કોરોનાથી ડર્યા જ નથી, પરંતુ પુરી સાવચેતી જરૂર રાખી હતી, છતાં તેઓ સંક્રમિત થયા હતા પરંતુ કોરોના પણ તેમની હિંમતને ડગાવી શક્યો ન હતો અને પહેલા જેવા જ જુસ્સા સાથે હજુ પણ તેઓ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

આઠ મહિનાથી અવિરત સેવા : હોસ્પિટલોની ફરજ ઉપરાંત પણ અન્ય કામગીરીઓ પણ બજાવી
ડો. પાર્થ જાની તેમની ફરજ ઉપરાંત પણ અન્ય સેવાઓ સાથે જોડાયેલા રહ્યા હતા. જેમાં ઘરે જવા માંગતા પરપ્રાંતીય મજૂરોનું સ્ક્રીનિંગ કાર્ય, 1100 નંબરની સેવા માટે જિલ્લામાંથી પસંદ થયા અને ટેલી કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવી, ઉપરાંત ઇ-સંજીવની સેવામાં પણ મેડિકલ ઓફિસર તરીકે ટેલી કન્સલ્ટન્ટની સેવા આપી હતી. આ ઉપરાંત વેબીનાર મારફતે તેઓએ કોરોના સંદર્ભે લેક્ચર પણ આપ્યા છે.

સેવાની કદર : અનેક સંસ્થાઓ તેમજ ખુદ સ્વસ્થ્ય થયેલા દર્દીઓ દ્વારા સન્માન કરાયું
કોરોના વોરિયર્સ તરીકે ડો. જાનીનું અનેક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ઉપરાંત સ્વસ્થ થયેલા દર્દીઓ દ્વારા પણ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

‘આજ તો સમય છે દેશ અને માનવજાત માટે કામ આવવાનો’

કોરોનાગ્રસ્ત પત્નીને પતિએ રાત્રે દોઢ કલાક સુધી મોબાઇલથી સંપર્ક કરી સાંત્વના આપી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો