પૌષ્ટિક આહારની ગ્રાન્ટ વણવપરાયેલી:કચ્છના આંગણવાડી કેન્દ્રોએ ખર્ચ ન કરતા 20.55 કરોડ પરત કરવા પડ્યા

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીએ 2017/18ના ઓડિટમાં ક્વેરી કાઢી હતી
  • જિલ્લા પંચાયતની આઈસીડીએસ અને એના નેજા હેઠળ કામ કરતી સીડીપીઓની કચેરી ગ્રાન્ટની રકમ ફાળવવામાં નિષ્ફળ નિવડી

કચ્છ જિલ્લા પંચાયતની અાઈ.સી.ડી.અેસ. શાખાના નેજા હેઠળ દરેક તાલુકામાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરીઅો જિલ્લાની 2116 અાંગણવાડીઅોનું સંચાલન કરે છે, જેમાં સુવિધા વધારવા અને બાળકોને પોષ્ટિક અાહાર અાપવા માટે ગ્રાન્ટ ફાળવાઈ હતી. પરંતુ, સમય મર્યાદામાં ગ્રાન્ટની રકમ ખર્ચાઈ ન હતી અને સરકારને પરત પણ કરાઈ ન હતી, જેથી સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે 2017/18ના અોડિટમાં ક્વેરી કાઢી હતી, જેમાં 20 કરોડ 55 લાખ 26 હજાર 707 રૂપિયા બચત ગ્રાન્ટ રૂપે જમા કરવા પડ્યા છે.

પ્રાથમિક શિક્ષણ પહેલા બાળકોના શારીરિક, માનસિક વિકાસ માટે અાંગણવાડીઅો કાર્યરત કરાય છે, જેમાં બાળકોને રમત ગમતના સાધનો અને પોષ્ટિક ભોજન અાપવામાં અાવે છે. જે માટે સરકાર દ્વારા મસમોટી રકમ પણ ફાળવવામાં અાવે છે. જિલ્લા પંચાયત દ્વારા નવી નવી અાંગણવાડીઅો પણ બનાવવામાં અાવે છે. જિલ્લા પંચાયતના પદાધિકારીઅો દ્વારા અતિકુપોષિત, કુપોષિત બાળકોને દત્તક પણ લેવામાં અાવે છે.

બીજી બાજુ જિલ્લા પંચાયતની અાઈ.સી.ડી.અેસ. અને અેના નેજા હેઠળ કામ કરતી સી.ડી.પી.અો.ની કચેરી ગ્રાન્ટની રકમ ફાળવવામાં નિષ્ફળ જઈ રહી છે. જે સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીના તત્કાલિન જિલ્લા સહાયક નિરીક્ષક ગીતેશ છગન ગાંધીઅે 2017/18ના અોડિટમાં ક્વેરી કાઢી હતી અને બચત ગ્રાન્ટની રકમ સરકાર પાસે જમાવવા કરાવવા રિમાર્ડ મૂક્યો અેના ઉપરથી સ્પષ્ટ થઈ ગયું છે.

અે વહીવટી પ્રક્રિયાનો અેક ભાગ છે : પ્રોગ્રામ અોફિસર
અાઈ.સી.ડી.અેસ.ના પ્રોગ્રામ અોફિસર ઈરા ચાૈહાણે જણાવ્યું હતું કે, અે નાણાકિય વર્ષ 2013/14થી ખેંચાતા પારા છે, જેથી સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીના તત્કાલિન જિલ્લા સહાયક નિરીક્ષક ગીતેશ છગન ગાંધીઅે અાપેલી સલાહના અાધારે અે નિર્ણય લેવાયો છે. અે વહીવટી પ્રક્રિયાનો અેક ભાગ છે. જૂની અેન્ટ્રીઅો અાગળ ખેંચાય અે કરતા સરકારમાં રકમ જમા કરાવ્યા બાદ ફરીથી અે ગ્રાન્ટની દરખાસ્ત કરીને રકમ ફરીથી મેળવી શકવાનો વિકલ્પ પણ વિચારાધિન છે.

સંસ્થા પણ સંચાલન છોડી રહી છે
સૂત્રોઅે જણાવ્યું હતું કે, મુન્દ્રામાં સારસ્વતમ સંચાલિત અાંગણવાડીઅો છે. પરંતુ, રૂકાવટોને કારણે કંટાળીને સંચાલન છોડવા માંગે છે.

500 અાંગણવાડીને પોતાના મકાન નથી
કચ્છ જિલ્લામાં અંદાજે 2116 જેટલી અાંગણવાડીઅો છે, જેમાંથી 1600 જેટલી અાંગણવાડીના પોતાના મકાન છે. પરંતુ, 500 જેટલી અાંગણવાડીના પોતાના મકાન નથી. જો ગ્રાન્ટની રકમ વપરાઈ હોત તો અા સ્થિતિ ઊભી ન થાત, જેથી પ્રશ્ન થાય છે કે, અાંગણવાડીઅો ભાડે રાખવામાં કોના કોના હિતો સંકળાયેલા છે અને અેમા કોણ રૂકાવટ નાખે છે. અે સિવાય તો સરકારી કામો અટકે અે સંભવ જ નથી. શાસક પક્ષ અેવી રૂકાવટો દૂર કરવામાં નબળો પડે છે કે પછી રૂકાવટ ઈચ્છે છે. અે પણ અેક પ્રશ્ન છે.

બાળકોના પોષ્ટિક અાહાર પાછળ પણ ખર્ચવાની હતી
ગ્રાન્ટની રકમ નવા મકાનો, પંખા, રસોડા, વોટર પ્યુરીફાયર, રમકડા, નાની સાઈકલ, બાળકોને પોષ્ટિક ભોજન સહિતના કાર્યો માટે ખર્ચવાની હતી.

દૂધ સંજીવની ગ્રાન્ટ પણ વપરાઈ નથી
કેટલીક જગ્યો બાળકોને કુપોષણમાંથી બચાવવા દૂધ સંજીવની ગ્રાન્ટ પણ વપરાઈ નથી !

તાલુકાદીઠ બચત ગ્રાન્ટની રકમ

તાલુકોરકમ
{ભુજ

0,78,30,000

{અંજાર

1,22,56,101

{ગાંધીધામ

1,94,11,747

{ભચાઉ

0,84,30,650

{રાપર

1,71,22,201

{માંડવી

1,99,48,356

{મુન્દ્રા

0,28,49,994

{નખત્રાણા

0,49,31,224

{દયાપર-(લખપત).

1,24,90,051

{નલિયા-(અબડાસા)

1,09,31,344

અન્ય સમાચારો પણ છે...