તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:જી.કે.માં દાખલ ચેન્નઈની અજાણી 85 વર્ષીય મહિલાને સ્વસ્થ કરી વતન મોકલાઇ

ભુજ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્ટાફ અને સ્થાનિક સેવાભાવીઓએ કર્યું ‘ઓપરેશન અનનોન સારવાર’

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં માત્ર જાણીતા અને સગાસબંધીઓ સાથે આવેલા દર્દીની જ નહીં પણ જેમનું કચ્છમાં કોઈ જ ન હોય અને અજાણ્યું દર્દી પણ આવી જાય તો નર્સિસ અને તબીબો દ્વારા તેની અંગત દેખરેખ સાથે અજાણ્યા દર્દીઓ સાથે કાળજી દર્શાવી તેને તેના ઘરે મોકલવા સુધી પ્રયત્નો કરાય છે. એવા જ એક દર્દીને ગત મહિને 108 એમ્બ્યુલન્સ મારફતે અર્ધબેભાન અવસ્થામાં દાખલ કરાયા હતા. તેની સંપૂર્ણ સારવાર અને ઘર જેવી સંભાળ લઈ છેવટે તેનું વતન ચેન્નઈ જાણવા મળતા સ્થાનિક સેવાભાવીઓની મદદથી ખાસ વ્યવસ્થા દ્વારા માદરે વતન મોકલી મેડિસિન વિભાગના તબીબો અને નર્સોએ સંતોષનો શ્વાસ લીધો હતો.

જી.કે.ના મેડિસિન વિભાગના ડો.જયંતી સથવારાએ કહ્યું કે અજાણ્યા દર્દીને મહિલા વોર્ડમાં દાખલ કરી સારવારની શરૂઆત કરી, પ્રથમ તો તે સભાન અવસ્થામાં લાવીને તપાસ કરતાં જાણવા મળ્યું કે તેઓને ડાયાબીટીસ છે, તે કંટ્રોલમાં લાવી દીધા પરંતુ દર્દી એવી ભાષા બોલતા હતા કે સ્ટાફ સમજી શકે એ પરિસ્થિતિમાં ન હોવાથી બોલવાની લઢણ પરથી દક્ષિણ ભારતની ભાષાનું અનુમાન કરી જી.કે.માં મલયાલમ અને તામિલ ભાષીનો સંપર્ક કરી જાણવા મળ્યું કે તેમનું નામ સાવિત્રીબેન (ઉ.વ.85) હતું. તેઓ આવ્યા ત્યારે શરીરમાંથી દુર્ગંધ આવતી હતી.

અટેંડન્ટ સ્ટાફે તેને નવડાવી- ધોવડાવી સાફ કર્યા અને ભુજના એક અધિકારીએ સેવા ભાવનાથી પ્રેરિત તેમની જમવાની વ્યવસ્થા કરી હતી.દરમિયાન સતત 18 દિવસ તેમની દરેક ક્ષેત્રે સંભાળ રખાઈ હતી. અંતે તેમના વતનનું સરનામું જાણી તેમને ખાસ વ્યવસ્થા દ્વારા ચેન્નઈ મોકલાયા હતા અને ‘ઓપરેશન અનનોન સારવાર’ સંપન્ન થયું હતું. જી.કે.માં મલયાલમ ભાષી ઇન્ચાર્જ સુનિતા જોબન મારફતે માર્ટિન જયોર્જનો સંપર્ક કરી સાવિત્રીબેન સાથે વાતચીત કરી એમ વોર્ડ ઇન્ચાર્જ સોનાબેન વસાવાએ જણાવ્યુ હતું. આ કાર્યમાં ડો.કશ્યપ બોદાડ, નર્સિંગ સ્ટાફ કિરણ મહેશ્વરી, બેંજિન પરમાર, સ્નેહલ સુરૈયા, દયાબેન વાઘેલા, નિશાબેન સહિત પી.સી.એ. અને હાઉસ કીપિંગ સ્ટાફ મદદરૂપ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો