તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અત્યારે રાજ્યમાં અકસ્માત અને માર્ગ દુર્ઘટનાના કેસો વધી જવા પામ્યા છે. તેવામાં આજે બુધવારના રોજ ગાંધીધામ ભચાઉ વચ્ચેના ધોરીમાર્ગ પર એક SUV કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ ડ્રાઈવર સાવચેતી દાખવીને કારની નીચે ઉતરી ગયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ કે લોકોને બૂઝવવાનો પણ મોકો મળ્યો ન હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ જાનહાની થઇ નથી.
ડ્રાઈવર કારની નીચે ઉતરી ગયો
આજે બુધવારે બપોરે 2 વાગ્યાની આસપાસ ગાંધીધામ ભચાઉ વચ્ચે આવેલા ધોરીમાર્ગ પર પડાના ગામ નજીકના જવાહર બ્રિજ ઉપર એક કારમાં અચાનક આગ લાગી જવા પામી હતી. આ કાર ગાંધીધામથી ભચાઉ તરફ જઈ રહી ત્યારે અગમ્ય કારણોસર તેમા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ આગ શોકસર્કિટ થવાના કારણે કારમાં ફેલાઈ હોવાની વાત સામે આવી હતી. જેની ડ્રાયવરને જાણ થતાં જ તે સમય સુચકતા વાપરીને કારની નીચે ઉતરી ગયો હતો.
દુર્ઘટનાને પગલે બ્રીજ પર વાહનો થંભી ગયા
સદનસીબે ડ્રાઈવર હેમખેમ બહાર નીકળી જતા આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનીની ઘટના બની નથી. પરંતુ આ ઘટનાને પગલે જવાહર બ્રિજ પરના માર્ગેથી પસાર થતા અન્ય વાહનોને ભારે મુશ્કેલીનો સામનો પડી ગયો હતો જેના કારણે ત્યાં થોડી વાર માટે બધા વાહનો થંભી ગયા હતા. આગ લાગવાની ઘટનાના થોડા સમયમાં જ કાર સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ હતી. જેના કારણે સ્થાનિકોને આગ પર કાબુ મેળવવાનો પણ મોકો મળ્યો ન હોતો. જે વાતની જાણ ત્યાંના સ્થાનિકે નજરે જોયાલા દૃશ્યો પરથી કરી હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.