તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • An Oxygen Plant Will Be Set Up At Anjar At A Cost Of Rs. 75 Lakhs With The Cooperation Of The Government, Organization And Society

મહામારી સામે જંગ:સરકાર, સંસ્થા અને સમાજના સહયોગથી રૂ.75 લાખના ખર્ચે અંજાર ખાતે ઓક્સિજન પ્લાન્ટ બનશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.30લાખના 40 ઓક્સિજન કન્સન્ટ્રેટર અને કોવીડ કીટ પૂર્વકચ્છને અર્પણ કરતી એક્શનએઇડ સંસ્થા

અંજાર તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે એક્શનએઇડ સંસ્થા દ્વારા રૂ. 30 લાખના 40 ઓક્સિજન કન્સન્ટ્રેટર અને કોવીડ કીટ રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના હસ્તે એક કાર્યક્રમ દરમ્યાન વિતરણ કરવામાં આવી હતી.

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે,’ સરકાર, સંસ્થા અને સમાજના સંયુક્ત સહયોગથી કોરોના સામે જીત મેળવવાની છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે પૂર્ણ તૈયારી કરી લીધી છે તેમજ આરોગ્ય વિભાગ અને કચ્છના કર્મયોગીઓ જેમાં સફાઈકર્મીથી લઈને કલેકટર સુધી તમામ કોરોનાને હરાવવા અથાગ મહેનત કરી રહ્યા છે. તે સૌ અભિનંદનને પાત્ર છે. આરોગ્ય ક્ષેત્રે પ્રજાને ઉત્તમ સેવા મળે તે માટે સરકાર સક્રિય છે. આરોગ્ય માટે આપેલી

ધારાસભ્યની રૂ. દોઢ કરોડની ગ્રાન્ટનું કલેકટર દ્વારા આયોજન પણ થઇ ચૂક્યું છે. સામાજિક સંસ્થાઓ સાથે કંપનીની સામાજિક જવાબદારીના ભાગરૂપે આજે પ્રજા સુખાકારી માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સીએસઆર(કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી) નો કાયદો મહત્વપૂર્ણ રહ્યો છે. જેના પગલે આજે કોરોનાને હરાવવામાં સામાજિક સંસ્થાઓ અને કંપનીઓ પણ પોતાનું મહત્તમ યોગદાન આપી રહી છે .ટૂંક સમયમાં જ આરોગ્યક્ષેત્રમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતી પણ કરવા માટે સરકાર પ્રયત્નશીલ છે.

વિશેષમાં તેમણે કહ્યું હતું કે ,’અંજાર ખાતે રૂ. 75 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ પણ ટૂંક સમયમાં જ કાર્યરત થશે. વૈશ્વિક મહામારી કોરોનાનો સામનો કરી રહેલા લોકો માટે એક્શનએઈડ સંસ્થા દ્વારા અપાયેલા ઓક્સિજન કન્સનટ્રેટર અને કોવીડ કીટના સાધનો બહુ ઉપયોગી થશે . આ માટે રાજ્ય સરકાર વતી હું સંસ્થાનો આભાર માનું છું અને તેમના આ પ્રશંસનીય કાર્ય માટે અભિનંદન પણ આપું છું . તાલુકા અગ્રણી ડેની શાહે આ તકે અંજાર તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે થઈ રહેલા આરોગ્યના વિવિધ વિકાસ કામો અંગે સૌને માહિતગાર કર્યા હતા. એક્શનએઈડ સંસ્થાના હંસાબેન રાઠોડે આ તકે એક્શન સંસ્થા વિશે માહિતગાર કરતાં જણાવ્યું હતું કે ,’એક્શનએઇડ એસોસિએશન સંસ્થા સામાજિક અને ઇકોલોજીકલ ન્યાય માટે કામ કરે છે.

એક્શનએઈડ અને ગીવ ઇન્ડીયાના સહયોગ થી 40 ઓક્સિજન કન્સનટ્રેટર જેમાં પાંચ લીટરના 20 અને દસ લીટરના 20 છે.જે અંજાર, ભચાઉ, આદિપુર અને રાપર તાલુકાની સરકારી હોસ્પીટલમાં આપવામાં આવશે. ઉપરાંત 35 થર્મલ સ્કેનર ,35 ઓક્સીમીટર ,20 થર્મોમીટર ,50 એન 95 માસ્ક,500 -ડિસ્પોઝેબલ માસ્ક ,25 પીપીઈ કીટ્સ, 50 ફેસ શીલ્ડ ,30 આશાવર્કર બહેનોને આપવામાં આવ્યા છે . 20 વર્ષથી વિવિધ ઇમર્જન્સી અને કોવીડ-19 માટે કામ કરતી આ સંસ્થા પૂર્વ કચ્છના 23 ગામોમાં જનજાગૃતિનું અને રસીકરણની કામગીરી કરી રહી છે. ગુજરાતના છ જિલ્લામાં એક્શનએઈડે ઓક્સિજન કન્સનટ્રેટર આપ્યા છે .

ઉલ્લેખનીય છે કે રૂ. 75 લાખના ખર્ચે અંજારમાં કાર્યરત થનાર ઓક્સિજન પ્લાન્ટની સ્થળ મુલાકાત રાજ્યમંત્રી એ લીધી હતી. તેમણે થઈ રહેલી કામગીરી ને જાણી હતી .ઉલ્લેખનીય છે કે અંજાર ખાતે કાર્યરત થનાર આ પ્લાન્ટમાં રૂ. 35 લાખની ધારાસભ્ય અંજારની ગ્રાન્ટ, રૂ.20 લાખ ટોરેન્ટ કંપની અને રૂ.20 લાખ નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા અપાયા છે. આમ કુલ રૂ.75 લાખના ખર્ચે અંજાર ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે જેનાથી ઓક્સિજન માટે અંજાર આત્મનિર્ભર બનશે.

કાર્યક્રમમાં અંજાર નગરપાલિકા પ્રમુખલીલાવંતીબેન પ્રજાપતિ અગ્રણી સર્વ ભરત શાહ ,વસંત કોડરાણી. મ્યાજરભાઈ છાંગા, દિનેશભાઈ ઠક્કર, રશ્મિનભાઈ પંડયા , એક્શન સંસ્થાના ગોમતીબેન ચાવડા અને નરેશભાઇ સોલંકી ,તાલુકાની આશાવર્કર બહેનો, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જે. એ. બારોટ ,તાલુકા વિકાસ અધિકારીશ્રી રમેશભાઈ વ્યાસ ,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજીવ અંજારિયા ,મામલતદારશ્રી અફઝલ મંડોરી, ડો. હાર્દિકભટ્ટ , ડો. સુતરીયા તેમજ અંજાર તાલુકા આરોગ્ય કેન્દ્રના કર્મયોગીઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...