તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત કે આત્મહત્યા?:કચ્છના મુંદ્રામાં ટ્રક નીચે આવી જતા એક વૃદ્ધનું મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ભુજએક મહિનો પહેલા
  • પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી
  • મૃતક છેલ્લા ત્રણ મહિનાથી તેના ભાણેજના ઘરે રહેતા હતા

કચ્છના મુન્દ્રામાં ટ્રક નીચે આવી જતા એક વૃદ્ધના મોતનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર બનાવના શોકિંગ CCTV પણ સામે આવ્યા છે. પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજે સવારે મુન્દ્રાનગરના આદર્શ ટાવર પાસે ટ્રક નંબર GJ01 FT 8289ની નીચે આવી જતા 70 વર્ષીય બાબુલાલ જેઠાલાલ મોડ નામના વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ ઘટના નજીકમાં આવેલા CCTVમાં પણ કેદ થઈ હતી. જેમાં ટ્રક જ્યારે ચાલુ થાય છે ત્યારે જ મૃતક કોઈ કારણોસર ટ્રક નીચે જતા જોવા મળી રહ્યા છે. આસપાસના લોકો કંઈ સમજે ત્યાં તો ટ્રકના વ્હિલ તેની માથે ફરી વળતા આસપાસથી લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

મૃતક મુંદ્રાની જલારામ સોસાયટી, ગીતા પ્રેસની પાછળ તેમના ભાણેજ દિલીપભાઈ પરમારની સાથે છેલ્લા ત્રણેક માસથી અમદાવાદના દહેગામથી આવીને રહેતા હતા.પોલીસે કહ્યું હતું કે, આ બનાવની વિધિવત ફરિયાદ મૃતકની અંતિમક્રિયા પૂર્ણ થયા બાદ દાખલ કરવામાં આવશે. હાલ જાણવાજોગના આધારે તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...