તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માછલીઓના મોતનું કારણ શું?:ભુજના હમીરસર તળાવમાં માછલીઓના ટપોટપ મોત થતા પાણીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરવામા આવી

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવડી વિસ્તારમાં સફાઈ હાથ ધરવામા આવી

ભુજના હૃદયસમાં હમીરસર તળાવમાં ગઈ કાલ રાત્રિના પાવડી નજીકના કિનારે મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતા શહેરજનોમાં ચર્ચા સાથે ચિંતા વ્યાપી ગઈ હતી. અને ક્યાં કારણોસર અચાનક માછલીઓના મૃત્યુ સામે આવી રહ્યા છે તેવો પ્રશ્ન પણ ખડો થવા પામ્યો છે.

એકાએક હમીરસરમાં રહેલી માછલીઓના મૃત્યુ થવા વિશે નગર પાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ગઈ કાલ રાત્રે હમીરસર તળાવમાં માછલીઓ મૃત હોવાની જાણ મળી હતી. જેના પગલે રાત્રેજ સુધરાઈના કર્મચારીઓને સ્થળ પર મોકલ્યા હતા. પરંતુ રાત્રીના અંધારામાં સફાઈ કાર્ય અશક્ય હોવાથી આજ સવારેજ પાવડી વિસ્તારમાં સફાઈ કર્મીઓ દ્વારા માછલીઓ ઉપડાવી લઈ સફાઈ કરવામાં આવી હતી.

તળાવમાં હાલ પણ માછલીઓ મરી રહી હોવાનું લાગતા માછલીઓના શંકાપ્રેરક મોતની તપાસ કરવા માટે ગાઈડ સંસ્થા દ્વારા પાણીના સેમ્પલ લઈ જવાબદાર વિભાગને જાણ કરી દેવામા આવી છે. વિશેષ આ ઘટના પાછળ કોઈ લેભાગુ તત્વો હશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

અલબત્ત કચ્છની ઓળખ અને ભૂજ શહેરના માનીતા હમીરસર તળાવમાં માછલીઓના માટે દરરોજ લોટ ,બ્રેડ વગેરે ખાદ્ય સામગ્રી નાખતા જીવદયા પ્રેમીઓની લાગણી તો દુભાઈજ છે , સાથે સાથે શહેરીજનોમાં આ ઘટના પછવાડે કોઈ અજ્ઞાત શખ્સો હોવાની વાતથી રોષ પણ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...