તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માનકુવા નજીક ડાકડાઇ પાસે શનિવારે રાત્રે ભુજ એસટી ડેપોના ડ્રાઇવરે નશામાં ધુત થઇ બેદરકારી પુર્વક બસ ચલાવી અકસ્માત સર્જયો હતો. સુરેન્દ્રનગરના ચાલકની માનકુવા પોલીસે અટકાયત કરી બ્રેથએનેલાઇઝર કરતા નશામાં હોવાનું બહાર આવ્યું હતું જેથી તેની સામે ફોજદારી નોંધાવાઇ હતી. તો તેને ફરજ મોકુફ પણ કરાયો હતો. માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, શનિવારે નવેક વાગ્યાના અરસામાં માનકુવા અને ડાકડાઇ વચ્ચે વીરકૃપા સર્વિસ સ્ટેશન રોડ પર એસ.ટી. બસ નંબર જીજે 18 ઝેડ 3629ના ચાલક વિજયસિંહ વનરાજસિંહ ઝાલાએ અકસ્માત સર્જયો હતો, જેમાં બસના આગળના ભાગે કાચ તુટી જવા સાથે બોડીમાં પણ નુકસાન પહોંચ્યું હતું, જેથી પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. માનકુવા પોલીસને ચાલક નશામાં હોવાનું લાગતા તેની અટકાયત કરી તેની સામે ગુનો દાખલ કર્યો હતો, બાદમાં બ્રેથએનેલાઇઝરથી ચેક કરતા કેફીપીણુ પીધેલી હાલતમાં બસ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે એસટી વિભાગીય નિયામક ચંદ્રકાંતભાઇ મહાજને બનાવને સમર્થન આપતા જણાવ્યું હતું કે, કર્મચારીને ફરજ મોકુફ કરી દેવાયો છે. તો બીજી તરફ અમરેલીથી માતાનામઢ જતી એસટી બસનો રવાપર પાસે અકસ્માત થયો હતો, જેમાં આગળ જતી ટ્રક દેખાઇ ન હતી અને બસ ઘુસી ગઇ હતી અને એક લાખ રૂપીયાનું નુકસાન પહોંચ્યું હતું. જે બનાવમાં નખત્રાણા પોલીસ મથકે એસટી બસના કંડકટર દીપક ભટ્ટે બસના ચાલક મથુરભાઇ બાબુાઇ શીશણાદા સામે ફરિયાદ નોંધાવી હતી. જીજે 12 એડબ્લ્યુ 9788 નંબરની ટ્રકમાં જીજે 18 ઝેડ 3220 નંબરની બસ ઘુસી ગઇ હતી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.