તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગાંધીધામના ખાનગી સેન્ટરમાં થોડા દિ’ માટે ઇન્સ્પેક્ટર મુકાયા

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવી એપોઇન્ટમેન્ટ બુક નહીં, જુની મુજબ કાર્યવાહી
 • અરજદારોએ તારીખ લીધી છે ત્યાં સુધી ગેરરિતી ન થાય તેનું ધ્યાન રાખશે

ગાંધીધામના વેસ્ટર્ન ઇન્ડિયા ઓટોમોબાઇલ એસોસિએશનના લર્નિંગ લાઇસન્સ સેન્ટરમાં મોટી ગેરરિતી બહાર આવતા એપોઇન્ટમેન્ટ સ્લોટને બ્લોક કરી દેવાયો છે, તો અગાઉથી અરજદારોએ એપોઇન્ટમેન્ટ લીધી છે તે કામગીરી કરાવી શકશે અને ત્યાં સુધી સેન્ટરમાં આરટીઓના ઇન્સ્પેકટર બેસાડાયા છે.

થોડા દિવસ પૂર્વે ગાંધીધામના ઇન્સ્પેકટરોની ટીમ ખાનગી લાઇસન્સ સેન્ટરમાં પહોંચીને તપાસ કરી તો મોટી ગેરરિતી બહાર આવી હતી. જે અંગે દિવ્ય ભાસ્કરમાં બે અહેવાલ પ્રકાશિત થતા તંત્રએ ખાનગી સેન્ટરનું નામ એપોઇન્ટમેન્ટ સ્લોટમાંથી કાઢી નાખ્યું હતું. જો કે, જુની એપોઇન્ટમેન્ટ મળેલી હશે તેવા અરજદારો ત્યાં જઇ પરીક્ષા આપી શકશે અને કામગીરી કરાવી શકશે. જાન્યુઆરી માસના છેલ્લા સપ્તાહ સુધી એપોઇન્ટમેન્ટ અપાયેલી છે તે અરજદારો ત્યાં કામગીરી માટે જઇ શકશે પણ સેન્ટમાં ફરી ગેરરિતી ન થાય તેને અટકાવવા માટે ગાંધીધામ આરટીઓના એક ઇન્સ્પેકટરને ત્યાં બેસાડાયા હોવાનું આંતરીક સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ખાનગી સેન્ટરના એપોઇન્ટમેન્ટ સ્લોટ હાલ બ્લોક કરી દેવાયા છે જેથી નવા અરજદાર એપોઇન્ટમેન્ટ મેળવી શકશે નહીં પણ જે અરજદારોએ પૈસા ભરી તારીખ લઇ લીધી છે તેને હેરાનગતી ન થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવી વાત સામે આવી છે.

ભ્ર્ષ્ટાચાર ન થાયતે માટે નિર્ણય લેવાયો
ગાંધીધામના ખાનગી લર્નિંગ લાઇસન્સ સેન્ટરમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો ગાંધીધામ ઇન્સ્પેકટરની ચેકિંગ ટાણે સામે આવી છે. અત્યારે અરજદારો ત્યાં કામગીરી કરાવવા જશે ત્યારે ગેરરિતી કરવામાં ન આવે તેમજ પૈસા ન પડાવાય તે હેતુથી ઇન્સ્પેકટરને બેસાડાયા છે. ભવિષ્યમાં પણ આવી કોઇ સંસ્થાને કામગીરી સોંપવા કરતા આરટીઓના જવાબદાર અધિકારી-કર્મચારીના નેજા હેઠળ કામગીરી થાય તો ભ્રષ્ટાચાર અને ગેરરિતી નોકરી જવાની બીકથી અટકી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો