ચેરિયામાં વધારો:ચેએરિયામાં 4 ચો.કિમીનો થયો વધારો !

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021માં ગુજરાતમાં ચેરિયાનો વિસ્તાર 2 ચો. કિમી ઘટ્યો પણ કચ્છમાં થયો વધારો
  • કચ્છમાં મેંગ્રોવ વિસ્તાર વધીને 798 ચો. કિમી થયો
  • દેશના મેંગ્રોવના કુલ જંગલો પૈકી એકલા કચ્છનો હિસ્સો 15 ટકા

ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલયે ગુરૂવારે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા ‘ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021’ બહાર પાડ્યો હતો. જેમાં દાવો કરાયો છે કે છેલ્લા બે વર્ષમાં દેશના કુલ જંગલ અને વૃક્ષોના કવરમાં 2,261 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. કચ્છની વાત કરવમાં અાવે તો વર્ષ 2019ની સરખામણીઅે 2021ના રીપોર્ટમાં ચેરિયાના જંગલોમાં અંદાજે 4 (3.97) ચોરસ કિલોમિટરનો વધારો થયો છે. ચોંકાવનારી વાત અે છે કે ગુજરાતમાં બે વર્ષમાં ચેરિયાના જંગલોમાં 2 ચોરસ કિમીનો ચિંતાજનક ઘટાડો નોંધાયો છે.જારી કરાયેલા રીપોર્ટમાં દેશમાં ક્ષેત્રફળ પ્રમાણે મધ્યપ્રદેશ સૌથી વધુ જંગલો ધરાવે છે.આંધ્ર પ્રદેશ પછી તેલંગણા અને ઓડિશામાં વન કવરમાં મહત્તમ વધારો જોવા મળ્યો.જ્યારે દેશમાં મેન્ગ્રોવ (ચેરિયા)નું કુલ અાવરણ 4,992 ચોરસ કિલોમીટર છે, જેમાં 17 ચોરસ કિલોમીટરનો વધારો જોવા મળ્યો છે. રાજ્યો પ્રમાણે ચેરિયાના જંગલની વાત કરવામાં અાવે તો માત્ર ગુજરાતમાં જ ચેરિયાના જંગલોમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2019ના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 1177 ચો. કિમી ચેરિયાના જંગલો હતા. જ્યારે 2021માં ચેરિયાના જંગલો 2 ચો. કિમી ઘટી 1175 થઇ ગયા છે. ગુજરાતમાં અમદાવાદ, અાણંદ, ભાવનગર, નવસારી, સુરત, વડોદરા અને વલસાડમાં ચેરિયાના જંગલોમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે કચ્છ, અમરેલી, ભરૂચ, જામનાગરમાં ચેરિયાનું ક્ષેત્રફળ વધ્યું છે. તો પોરબંદર અને રાજકોટમાં કોઇ ફેરફાર થયો નથી. કચ્છની વાત કરવમાં અાવે તો વર્ષ 2019માં કુલ 795 ચો.કિમીના ક્ષેત્રફળમાં ચેરિયા અાવેલા હતાં. વર્ષ 2021માં અંદાજે ચેરિયાનો વિસ્તાર 3.97 ચો. કિમી વધીને 798.74 થયો છે. રાજ્યમાં સાૈથી વધારે ચેરિયાના જંગલો કચ્છમાં છે. દેશમાં ચેરિયાના કુલ ક્ષેત્રફળમાં એકલા કચ્છનું યોગદાન 15 ટકા જેટલું થાય છે. 2021 ના આ રિપોર્ટમાં દેશના જે 3 જિલ્લામાં સૌથી વધુ ચેરિયાના જંગલોમાં વધારો થયો છે તેમાં પણ કચ્છનો સમાવેશ થયો છે.

દેશમાં સુંદરવન બાદ કચ્છમાં સાૈથી વધારે ચેરિયાના જંગલકચ્છ માટે ગર્વની વાત અે કહેવાય કે દેશમાં સાૈથી વધારે ચેરિયાના જંગલો ધરાવતા જિલ્લાઅોમાં કચ્છ બીજા સ્થાને છે. જારી કરાયેલા રીપોર્ટમાં દેશમાં સાૈથી વધારે ચેરિયાના જંગલો પં.બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં છે. જ્યાં અધધ 2083 ચો.કિમી ચેરિયાના જંગલો અાવેલા છે. અહીં ગંગા નદીનો મુખત્રિકોણ હોવાથી સુંદરવનમાં ચેરિયાના જંગલો અાવેલા છે. ત્યારબાદ કચ્છમાં સાૈથી વધારે 798 ચો.કિમી જંગલો છે. દેશમાં ગુજરાતની સાથે દરિયા કિનારે અાવેલા મહારાષ્ટ્ર, કેરળ, ગોવા, કર્ણાટકા, અોડિસા, તામિલનાડુ, પ.બંગાળ, અાંધ્રપ્રદેશ તથા કેન્દ્ર સાશિત પ્રદેશો અંદમાન-નિકોબાર, દીવ-દમણ અને પોંડુચરીમાં ચેરિયાના જંગલો અાવેલા છે.

ગુજરાતના જિલ્લાઓમાં ચેરિયામાં વધ-ઘટ(ચો.કિમી)

જિલ્લો2021માં ચેરિયા વિસ્તારવધ-ઘટ
અમદાવાદ26.38-4.67
અમરેલી2.610.24
આણંદ5.72-1.53
ભરૂચ45.380.94
ભાવનગર21.07-0.56
જામનગર231.261.76
જુનાગઢ3.910.58
કચ્છ798.743.97
નવસારી11.15-1.82
સુરત19.32-0.95
વડોદરા2.98-0.02
વલસાડ2.02-0.14
કુલ1175-2.2
અન્ય સમાચારો પણ છે...