તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થાપન:માંડવી-મુંદરાના 19 ગામોમાં ભૂગર્ભ જળ સંગ્રહ માટે કવાયત હાથ ધરાઇ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘કે.માર્ક’ કાર્યક્રમ અંતર્ગત સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન
  • કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં 45 મહિલાઅોને કિચન ગાર્ડન સહિતની અપાઇ તાલીમ

સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપનના અભિગમ સાથે ‘કે. માર્ક’ કાર્યક્રમ અંતર્ગત ભુજની સંસ્થા એક્ટ, જી.એસ.એસ. ભુજ, ટાટા સી.જી.પી.એલ. તેમજ વીન ફાઉન્ડેશનના સંયુક્ત આયોજનમાં માંડવી અને મુંદરા તાલુકાના 19 ગામોમાં ભૂગર્ભજળને સુરક્ષિત બનાવવાના વિવિધ પ્રકારના કાર્યો હાથ ધરાયાં છે.

ભૂગર્ભજળની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને શરૂ કરવામાં આવેલા ‘કે.માર્ક’ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરાયેલાં કાર્યોમાં ગામલોકોને સાથે રાખીને ગામના ભૂગર્ભજળની સુરક્ષાનું આયોજન કરવાની પ્રક્રિયા કરાઇ છે. ગામના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને એ ગામના નાના અને સિમાંત ખેડૂતો તેમજ જમીન વિહોણા ભાઇ-બહેનોના જૂથની રચના કરીને તેમની સાથે વિવિધ પ્રકારના નિદર્શનો કરાઇ રહ્યાં છે. ગામલોકો સાથે નિર્ધારીત નિદર્શનના ભાગરૂપે ગામની બહેનો સાથે તેમના અને તેમના પરિવારના આરોગ્ય અને પોષણને કેન્દ્રમાં રાખીને તેમની સાથે ‘કિચન ગાર્ડન’ના ફાયદાઓની માહિતી આપતાં નિદર્શનનું આયોજન કરાયું હતું.

આ નિદર્શનને અસરકારક બનાવવા માટે માંડવી અને મુંદરા તાલુકાની 45 બહેનોને “કૃષિ વિજ્ઞાન કેન્દ્ર” સાડાઉના માધ્યમથી કિચન ગાર્ડનની પદ્ધતિઓ, પ્રક્રિયાઓ, કઇ બાબતો ધ્યાનમાં રાખવી વગેરે બાબતોની તાલીમ અપાઇ હતી. આ રીતે તાલીમબદ્ધ થયેલી 6 જૂથની 45 મહિલાઓ સાથે મોટી ખાખર અને મોટા ભાડીયા ખાતે “કૃષિ વિજ્ઞાન કેન્દ્ર”ના હોર્ટિકલ્ચર વિભાગના સાયન્ટીસ્ટ જયદીપ ગોસ્વામી દ્વારા કિચન ગાર્ડન અને ન્યુટ્રીશન ગાર્ડન વિશે વિસ્તૃતમાં નિદર્શન સાથે વ્યવહારિક સમજ પણ પુરી પડાઇ હતી. આ નિદર્શન સાથે આમળા, લીંબુ, સેતુર, સરગવો અને જામફળના રોપાનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...