બેઠક:ભુજની સફાઈના ઠેકાની ત્રીજી નિવિદા માટે કારોબારી મળશે

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અોછા ખર્ચે કરાવવાની લાલચમાં જૂના ભાવે કામ સોંપાતું રહ્યું
  • મુદ્દત પૂરી થયા બાદ 2 વખત ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ગઈ!

ભુજ શહેરની સફાઈના ઠેકાની ડિસેમ્બર માસમાં મુદ્દત પૂરી થઈ ગઈ છે. પરંતુ, ચૂંટણી અને અોછા ખર્ચે સફાઈ કરાવવાની લાલચમાં જૂના ઠેકેદારને જ જૂના ભાવે કામ સોંપાતું રહ્યું છે. જોકે, 12 માસમાં 2 વખત ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ગઈ છે અને હવે ત્રીજી વખત ટેન્ડરિંગ પ્રક્રિયા માટે કારોબારી સમિતિની બેઠક મળવાની છે !

શહેરના 11 વોર્ડને 5 ઝોનમાં વહેંચીને દરેક ઝોનની સફાઈનો ઠેકો અપાયો હતો, જેમાં અમરેલી જિલ્લાના ઠેકેદારે સાૈથી નીચા ભાવે ભર્યા હતા. પરંતુ, ત્યારબાદ 1 ઝોનને 1 વોર્ડ સમજીને ભાવ ભર્યાની ભૂલ થયાનું કહીને હાથ અધ્ધર કરી દીધા હતા, જેથી કામ શરૂ કરવા અથવા ડિપોઝિટ જપ્ત થશે અેવી 15 દિવસની નોટિસ અપાઈ હતી. જેને પણ અેકાદ માસ જેટલો સમય થઈ ગયો છે.

પરંતુ, હજુ સુધી કોઈ નિવેડો અાવ્યો નથી. પરંતુ, હવે નવેસરથી ત્રીજી વખત ટેન્ડરિંગ પ્રક્રિયા કરવા માટે કારોબારી મળવાની છે. અામ, સેનિટેશન સમિતિ અને કારોબારી સમિતિ સફાઈનો ઠેકો અાપવામાં ન ભૂતો ન ભવિષ્યતેની જેમ સદંતર નિષ્ફળ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...