તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય રેલ્વેએ પ્રોજેક્ટ અવશન અંતર્ગત બે વર્ષમાં 400 કરોડ રૂપિયાના ખર્ચે મેલ/એક્સપ્રેસ ટ્રેનોના લગભગ 640 રેકનું અપગ્રેડ કરવાની યોજના છે. જેમાં ભુજ-બરેલી એક્સપ્રેસમાં ઉત્કૃષ્ટ કોચ જોડવામાં આવ્યો હતો. ઉત્તર રેલ્વેના મુરાદાબાદ સર્કલના સિનિયર ડીસીએમ શ્રી રેખા શર્માએ જણાવ્યું હતું કે, બરેલી જંકશનથી ટ્રેન નંબર 04321 (બરેલી-ભુજ એક્સપ્રેસ) નો રેક ઉત્તમ કોચથી સજ્જ કરવામાં આવ્યો છે.
જેને બરેલી જંકશનથી શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ કુમા ગંગવાર તેમજ અન્ય આગેવાનો-અધિકારીઓ તરફથી લીલી ઝંડી આપવામાં આવી હતી. તો થોડા દિવસ અગાઉ કચ્છ એક્સપ્રેસ અને સયાજી નગરી એક્સપ્રેસમાં એલ એચ બી કોચ જોડવામાં આવ્યા હતા.
કોચમાં આ સુવિધાઓ મળશે
ઉત્કૃષ્ટ કોચમાં ઉત્તમ રેક્સ, એલઇડી લાઇટિંગ, સ્ટિંકલેસ શૌચાલય, વોશરૂમમાં એન્ટીસ્કિડ ટાઇલીંગ, જળ સંરક્ષણ માટેના શૌચાલયોમાં ડ્યુઅલ ફ્લશ વાલ્વ (1.5 લિટર અને 4 લિટર), પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ્સ, બ્રેઇલ સિગ્નેજ એન્ટી ગ્રાફિટી.-વે અને ગેંગ-વે, ટ્રેનનું ટાઇમ ટેબલ, કોચ સૂચક બોર્ડ, ગેંગવેમાં ડસ્ટબિન, યુએસબી ચાર્જિંગ પોઇન્ટ, ડિજિટલ વોલ ક્લોક, એક્રેલિક મોબાઇલ એડેપ્ટર, વાઇફાઇ હોટ સ્પોટ, વધુ આરામદાયક બેઠક, મોટા કદના અરીસાઓ, દરેક કોચમાં ફાયર ફાઇટીંગ સાધનો, નવી સીડી, પેન્ટ્રી કારમાં સ્ટેઈનલેસ સ્ટીલ પેનલિંગ સાથે બીએલડીસી વિંગ્સની સુવિધાઓ ઉપલબ્ધ હશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.