ભુજથી 13 કિલોમીટર દૂર આવેલા સુખપર ગામના ધોરીમાર્ગ પર આજે મંગળવારે વહેલી સવારે નખત્રાણા તરફ જતી એક ટ્રકમાં ભરેલા લીલા ઘાસચારાનો અંદાજિત બે ટન જેટલો જથ્થો રસ્તામાં પડી ગયો હતો. અકસ્માતે પડી ગયેલા દોઢથી બે ટન જેટલા ચારાના લીધે આસપાસની ગાયો સ્થળ પાસે દોડી આવી હતી અને ચારો આરોગવા માંડી હતી. પરંતુ આગળ નીકળી ગયેલી ટ્રકના માલિકને ચારો પડી ગયાની જાણ થતાં પરત આવી માર્ગ પર પડેલા ચારાને ફરી મજૂરો મારફતે ટ્રકમાં ચડાવી દેવામાં આવ્યો હતો. જો કે ઓવરલોડ ભરેલો જથ્થો રસ્તા પર ઢોળાઈ જતા સદભાગ્યે પાછળ કોઈ વાહન આવતું ન હોવાથી દુર્ઘટના ટળી હતી.
વર્તમાન સમયમાં મણ દીઠ રૂ. 100ની આસપાસ વેચાણ ભાવ ધરાવતો લીલો ચારો સુખપર ગામના ધોરીમાર્ગ પર ઓવરલોડ ભરેલા જથ્થા સાથે પસાર થતી ટ્રકમાંથી અકસ્માતે પડી ગયો હતો. જો કે સદભાગ્યે પાછળ કોઈ વાહન આવતું ના હોવાથી દુર્ઘટના ટળી હતી. માર્ગ પર ઢોળાયેલા લીલા ચારાને આરોગવા આસપાસની ગાયો દોડી આવી હતી. પરંતુ ટ્રક ચાલકે પડેલો ચારો સમયસર ફરી ટ્રકમાં ચડાવી લીધો હતો. ઘાસનો જથ્થો ભુજ બાજુથી નખત્રાણા તરફ જતો હોવાનું સ્થાનિક રમેશ ખેતાણીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.