તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:હાજીપીરની કંપનીના કર્મીનું અપહરણ બાદ હુમલો કરાયો

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાયોરમાં ભાઇએ ભાઇને ભાલો ઝીંકી દીધો
  • નખત્રાણાના બેરૂમાં ઉછીના રૂપિયા માંગનારને બે શખ્સે મારી નાખવાની ધમકી આપતાં ઝેરી દવા પીધી

હાજીપીર અને વાયોરના હુમલાના બનાવમાં બે ઘાયલ 5 સામે ગુનો નોંધાયો છે તો, નખત્રાણાના બેરૂ ગામે નાણાની ઉઘરાણી કરનાર આધેડને ધમકી મળતાં ઝેરી દવા પી લેતા બે શખ્સો વિરૂધ ફોજદારી ફરિયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાજીપીરની આર્ચિન કંપનીમાં હર્ષ મુવર્સનામની કંપનીમાં નોકરી કરતા મુળ રાજસ્થાનના ભવરલાલ ઉર્ફે બીટ્ટુ ગમારામજી ચૌધરી (ઉ.વ.26)એ નરા પોલીસ મથકમાં મોટી અરલના મંગલસિંહ રાણાજી જાડેજા તેમજ અજાણ્યા ત્રણ શખ્સો વિરૂધ અપહરણ હુમલાની ફરિયાદ નોંધાવી છે. આરોપી મંગલસિંહ તથા તેની સાથેના અજાણ્યા શખ્સોએ જુની અદાવતમાં ફરિયાદીને લોખંડના પાઇપથી હાથ પગમાં માર મારીને જીપમાં અપહરણ કરી જઇ ચેક પોસ્ટ પાસે ફરિયાદીને ઉતારી દીધો હતો.

નરા પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને તપાસ કરી છે. તો, અબડાસા તાલુકાના વાયોર ગામે રહેતા ફરિયાદી અરવિંદ જાફર કોલી (ઉ.વ.35)એ તેના નાના ભાઇ ગોવિંદ જાફર કોલી વિરૂધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીએ શુક્રવારે રાત્રે તેના નાના ભાઇ ગોવિંદને નાના છોકરાઓને માર મારવા મુદે ઠપકો આપતાં આરોપી ગોવિંદ તેના મોટાભાઇ અરવિંદના વાસાંના ભાગે ભાલો ભોંકી દેઇ ગંભીર ઇજા પહોંચાડી હતી.

વાયોર પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં નખત્રાણા તાલુકાના બુરૂ ગામે રહેતા નાનજીભાઇ રામજીભાઇ બુચીયા (ઉ.વ.56)એ આરોપી હસમુખ ટોપણ બુચીયા પાસે અગાઉ આપેલા રૂપિયા 50 હજારની માંગણી કરતાં આરોપી હસમુખ બુચીયા અને હીરા ભીમા આહિરે ફરિયાદીને હવે પછીથી ઉઘરાણી કરી છે તો, જાનથી મારી નાખશુ તેવી ધમકી આપતાં ફરિયાદી ડરી જઇને ઘરમાં પડેલ ઉંદર મારવાની દવા પી લેતાં નખત્રાણા પોલીસે બન્ને આરોપીઓ વિરૂધ ગુનો નોંધી તપાસ કરી છે.

અન્ય સમાચારો પણ છે...