હાથશાળ દિવસ:કોરોનાના કારણે બેકાર થયેલા હાથશાળના કારીગરો માટે આર્થિક પેકેજ જાહેર કરવું જરૂરી

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ વણકર એસો.અને LLDC-શ્રૃજન દ્વારા હાથશાળ દિવસ ઉજવાયો

રાષ્ટ્રીય કેન્ડલૂમ દિવસ (હાથશાળ દિવસ) ની કચ્છ વણકર એસોસીએશન (KWA) તથા LLDC શ્રૃજન દ્વારા અજરખપુર ખાતે સાદગીપૂર્વક વણકર કારીગરો, આ કલા સાથે સંકળાયેલા કારીગરો, આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં તાલુકાના અજરખપુર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે દિપ પ્રાગ્ટય કરી શરૂઆત કરવામાં આવી હતી. કચ્છ વણકર એસોસીએશન (KWA)ના પ્રમુખ મેઘજીભાઈ હરજીભાઈ વણકર દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા અને આ કલા અંગે માહિતી આપી હતી. હાથ વણાટની કલામાં કચ્છમાં મારવાડા વણકર સમાજની વસ્તી વધારે પ્રમાણમાં સંકળાયેલી છે તેમ જણાવ્યું હતું. LLDC શ્રૃજનના મહેશભાઈ ગોસ્વામીએ કાકી અને શ્રોફ પરિવાર દ્વારા આ ક્ષેત્રમાં કરેલ કાર્યની વિસ્તૃત માહિતી આપી હતી. રવિવિર ચૌધરીએ સામુહિક કલ્સ્ટર દ્વારા અમલી યોજનાનો લાભ અંગે વાત કરી હતી.

જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.ડી. દેર સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કર્યા હતા અને વણાટના કારીગરોનું વર્કશેડ મળે તથા બેંકો દ્વારા ધિરાણ આપવામાં આવતું નથી. તેવી રજુઆાત બાદ આ મુદો જીલ્લા સ્તરની મીટીંગમાં ઉઠાવશે તેવું જણાવ્યું હતું.

LLDC શ્રૃજનના મેનેજીંગ ડાયરેક્ટર અર્મીબેન શ્રોફે જણાવ્યું કે શ્રૃજનનું વિઝન હમેંશા કારીગરોની સુખાકારી વધે અને તેઓને જોઈતું પ્લેટફોર્મ પુરૂ પાડે છે. જે આજે ચંદાબેન શ્રોફ દ્વારા વાવેલ વૃક્ષ આજે વટવૃક્ષ બની ગયું છે. આ પ્રસંગે કસબના પંકજભાઇ શાહ, ખમીરના ઘટીતભાઇ લહેરી હેન્ડલુમ સેક્ટરમાં છેલ્લા ચાર દાયકામાં ચડાવ ઉતાર અંગે જણાવ્યું હતું. કારીગરો દેશી ઉનના વણાટ બાદ મરીનો ઉન, એક્રેલીક યાર્ન અને અત્યારે ઉનના વણાટ સાથે કાલા કોટનના વસ્ત્રોનો ઉત્પાદન કરી વણાટ કારીગરો સમયના બદલાવમાં જોડાઈ ગયા છે.

કોવિડ દરમિયાન કારીગરો બેહાલ થયા છે માટે ભૂકંપ વખતે પેકજ જાહેર કરાયું હતું તે પ્રમાણે આ મહામારી દરમિયાન પેકજ જાહેર કરાય તેવું સૂચન પચાણભાઈ સંજોટે કર્યું હતુું. કાર્યક્રમનું સંચાલન ગોવિંદભાઈ મારવાડાએ અને આભાર વિધી જનરલ સેકે્ટરી નામોરીભાઇ સીજુ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છ વણકર એસોસીએશનની ટીમ, LLDC–શ્રૃજનની ટીમ દ્વારા સહયોગ સાંપડયો હતો. વણકર શામજી વિશ્રામ, રામજી મહેશ્વરી, ગાભુભાઈ વણકર, પ્રેમજીભાઈ મંગરીયા, બેચરલાલ વણકર, તેજશીભાઈ વણકર, કનૈયાલાલ સંજોટ, કરમણભાઈ સંજોટ, અરજણભાઈ સીજુ, દેવશીભાઈ, વી.આર.ટી.આઈ. ગ્રુપ, શ્રી કિશોરભાઈ તથા તેમનો ગ્રુપ, એ.ડી.આઈ. સચીનભાઈ તથા તેમની ટીમ, કચ્છી છાપ અધ્યક્ષ સંસ્થાના પ્રતિનિધિ ભુપેશભાઈ ખત્રી અને તેમની ટીમ વિગેરનો સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...