• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • An E memo Came From Bhuj Of A Car Parked At Home In Dayapar Of Lakhpat, Now Action Has To Be Taken To Cancel The Memo

છબરડો:લખપતના દયાપરમાં ઘરે પાર્ક કરેલી કારનો ભુજથી ઈ-મેમો આવ્યો, હવે મેમો રદ કરાવવા કાર્યવાહી કરવી પડશે

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીએ હેલ્પલાઈનમાં ફોન કર્યો તો ભૂલ થઈ હોવાનો એકરાર કરાયો

કચ્છના દયાપરના એક વેપારીને કડવો અનુભવ થયો છે. પોતાની કાર ઘરના પાર્કિંગમાં જ હોવા છતા ભુજથી ઈ-મેમો આવતા વેપારીની મુશ્કેલી વધી છે. વેપારીએ હેલ્પલાઈનમાં ફોન કરતા ભૂલ થયાનો સ્વીકાર કરાયો હતો. જો કે, હવે વેપારીએ ઈ-મેમો રદ કરાવવા કાર્યવાહી કરવી પડશે.

જિલ્લા મથક ભુજ ખાતે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણ સુચારુ ઢબે ચલાવવા શહેરના જાહેર માર્ગો પર સીસીટીવી કેમરા લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા ટ્રાફિક નિયમનનો ઉલ્લંઘન કરતા વાહન ચાલકો પર બાજ નજર રાખવાની સાથે તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે અને ઇ મેમો દ્વારા તેમની પાસેથી દંડ વસુલવામાં આવતો હોય છે. તંત્રના આ સ્તુત્ય પ્રયાસમાં ક્યારેક ભૂલ થવાના બનાવ પણ બનતા હોવાનું જાણવા મળ્યું છે. જેનો તાજો દાખલો છેવાડાના લખપત તાલુકાના દયાપર ખાતેથી સામે આવ્યો છે.

દયાપરના વેપારી પુનિત ગોસ્વામીને તેમના ઘરના ગેરેજમાં પાર્ક થયેલી આર્ટિગા કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોવાનો રૂ. 500નો ઇ મેમો મળ્યો હતો. અચરજ પામેલા વેપારીએ મેમો તપાસતા તેની પાછળ રહેલા હેલ્પલાઇન પર વાસ્તવિકતા જણાવી કહ્યું હતું કે આર્ટિગા કાર મારા ભાઈના નામે છે એ વાત સાચી પરંતુ 11 નવેમ્બરના એ કાર મારા ઘરેજ પાર્ક થયેલી પડી હતી. અને જે મેમો મળ્યો છે તેમાં સ્વિફ્ટ કાર બતાવે છે , બીજું કે અમારી કારમાં બ્લેક ફિલ્મ પણ લાગેલી નથી તેમ છતાં ઇ. મેમો આવ્યો છે. હેલ્પલાઇનમાં ઉપસ્થિત કર્મી દ્વારા ભૂલને સમજી મેમો રદ કરાવવા ડ્રાંઈવિંગ લાઇસન્સ અને કારના ખરા ડોક્યુમેન્ટની નકલ ઓનલાઈન પર જમા કરાવવાનું જણાવવામાં આવતા વેપારીને નાહકની સમય શક્તિ વેડફવવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...