તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતના અણસાર:પૂર્વ કચ્છના આડેસર વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસતા ખુશીનો માહોલ છવાયો

ભુજએક મહિનો પહેલા
  • લાંબા સમય બાદ વરસાદી માહોલ છવાતા લોકોને સારા વરસાદની આશા જાગી

કચ્છમાં વરસાદ ખેંચાઈ ગયા બાદ શ્રાવણ માસમાં વૈશાખનો અનુભવ કરાવતો તાપ લોકોને અકળાવી રહ્યો છે, તો ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે. તેની વચ્ચે આજે રવિવારે પૂર્વ કચ્છના અમુક વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરતા મેઘ મહેરની આશા જીવંત બની છે.

રાપર તાલુકા પાટણ સરહદને અડીને આવેલા આડેસર ગામમાં આજે જોરદાર વરસાદી ઝાપટું પડી જતા ગલીઓમાં પાણી વહી નીકળ્યા હતા. અચાનક આવી ચડેલી મેઘ સવારીથી ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. લાંબા સમય બાદ વરસેલા વરસાદથી લોકોની આસ પણ જીવંત બની છે અને હવે વરુણદેવ હેત વરસાવે એવી પ્રાર્થના કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...