તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારીનો માર:વીજુ શાહની વિખ્યાત ઓરકેસ્ટ્રા સાથે દેશ-વિદેશમાં જેણે કાર્યક્રમો કર્યા છે તે કલાકાર આજે વેચે છે આંબા

ભુજ3 મહિનો પહેલાલેખક: હાર્દિક માંકડ
  • કૉપી લિંક
કચ્છનો પ્રથમ આઇડોલ સરહદની કંપનીમાં કરે છે ગુમનામ નોકરી - Divya Bhaskar
કચ્છનો પ્રથમ આઇડોલ સરહદની કંપનીમાં કરે છે ગુમનામ નોકરી
  • કોરોના થકી બેહાલ બનેલા કચ્છના કલાકારોને જીવન નિર્વાહ માટે વેઠવી પડે છે ભારે મુશ્કેલી
  • ગીત-સંગીતનો વ્યવસાય પડી ભાંગતા કલાકારોએ રોજગારી માટે અન્ય વિકલ્પો શોધી કાઢ્યા

કોરોનાએ ભલભાલાઓને ભુ ભેગા કરી નાખ્યા છે. દોઢ વર્ષથી રોજગારી માટે નાના ધંધાર્થીઓથી માંડી વેપારીઓની આવકના સ્ત્રોત માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, હાલ પરિસ્થિતી થોડી વેપારીઓ માટે સુધરી છે પણ કચ્છના કલાકારો કે જેઓનો માત્ર સંગીતના કાર્યક્રમો જ આવકનું સાધન હતું તેવા કલાકારોને રોજી માટે લાચાર થઇ જવું પડ્યું છે.

કોઇ આંબા વેચે છે તો, કોઇ કંપનીમાં અને હોસ્પિટલોમાં કામે લાગી ગયા છે. કચ્છના કલાકારોના સંગઠનના પ્રમુખ શૈલેશભાઇએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોરોનાની ગાઇડ લાઇન પ્રમાણે હાલ વેપાર ધંધાઓ તથા લગ્ન સહિત કાર્યક્રમોમાં 50 વ્યક્તિની છુટછાટ આપવામાં આવી છે ત્યારે કલાકારોને પણ કાર્યક્રમો કરવા સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવે તો, નાના કલાકારોને રોજગારી મળી રહે તેવી માંગ કરી હતી.

કપરા સમયે બેસી રહેવા કરતા આંબા, ખારેકનો ધંધો કર્યો શરૂ
ભુજના એક ઓકટોપેડ આર્ટીસ્ટ દર્શન ડાભીની વાત કરીએ તો, જેને બોલીવુડના ખ્યાતનામ મ્યુઝીક ડારેક્ટર વીજુ શાહ સાથે ગુજરાત ઉપરાંત દેશ વિદેશમાં પ્રોગ્રામો આપ્યા છે. પણ હાલ તેની પરિસ્થિતિ ખરાબ હોઇ કામ વગર બેસી રહેવા કરતાં આંબા ખારેકનો વેપાર શરૂ કરી દીધો છે.

કચ્છનો પ્રથમ આઇડોલ સરહદની કંપનીમાં કરે છે ગુમનામ નોકરી
કચ્છના સૌં પ્રથમ આઇડોલ અને પ્રખ્યાત ગાયક કલાકાર પ્રદિપ જોષી કે, જે એક દિવસમાં બેથી ત્રણ કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા હતા. અને તેના અવાજમાં એક અનોખી ખુબી હતી. મહંમદ રફીના અવાજ સાથે ફીમેઇલ વોઇસમાં પણ ગાઇને સારૂ પરર્ફોર્મન્સ આપી કાર્યક્રમોમાં ચાર ચાંદ લગાડી દેતા, તેવા ઉચકોટીના ગાયકની ગુજરાતી ગરબા સુગમ સંગીતની ઓડીયો સીડી પણ બહાર પડી છે. પરંતુ હાલ કોરોના થકી સંગીતના પ્રોગ્રામો બંધ થતાં તેને આવકનું સાધન બંધ થઇ ગયું જેને કારણે આવક મેળવવા કચ્છ સરહદી છેવાડાની કંપનીમાં ગુમનામ નોકરી કરવા મજબુર થવું પડ્યું છે.

કીબોર્ડ પ્લેયર યુવાને ઘરે બેસી રહેવા કરતાં સંસ્થામાં નોકરી સ્વીકારી
ભુજમાં રહેતા અને છેલ્લા 20 વર્ષથી ઓર્ગન પ્લેયર તરીકે પ્રોગ્રામ કરતા પ્રવિણ વાલ્મીકિને હાલ કોરોનાની પરિસ્થિતિને કારણે કે આવક મુશ્કેલી પડી હતી. ત્યારે આ કલાકાર માટે એક સંસ્થા આગળ આવીને સંસ્થામાં નોકરી આપી હતી. હાલ પ્રવીણભાઇ નોકરી થકી પરિવારજનોનું ગુજરાન ચલાવી રહયા છે.

કચ્છની સારી ગાયીકા કેન્ટીનમાં કામ કરીને મેળવે છે રોજગારી
કચ્છમાં હાલ ફિમેઇલ વોઇસમાં જને સારી ગણના થાય છે તે ફાલ્ગુની ભટ્ટને કોરોનાની પરિસ્થિતિમાં ઘરોઘર આંબા અને રાખડી જેવા સીઝનેબલ વેપાર સાથે કેન્ટીનમાં નોકરી કરીને રોજગારી મેળવી રહી રાજસ્થાનમાં કલાકારોને સહાય મળે છે તો, ગુજરાતમાં કેમ નહીં

રાજસ્થાન સરકાર દ્વારા સંગીતના કલાકારોને કોરોનાની પરિસ્થિતિમાં આવકની પડી રહેલી ખોટ સામે 5 હજારની સહાય કરવામાં આવી છે તો, ગુજરાતના કલાકારોને રાજ્ય સરકાર દ્વારા કરવામાં અાવે તેવી કચ્છ કલાકાર સંગઠનના પ્રમુખ શૈલેશભાઇ જાનીએ માંગ કરી છે. જો કે કચ્છના કલાકારો માટે એક કડવી સલાહ પણ આપવાનું મન થાય છે કે સંગીત કે વાદ્યના કલાકારોએ માત્ર પોતાના એ વ્યવસાય સિવાય મોટાભાગે આળસુ વૃત્તિ અપનાવી છે. સાચું તો એ છે કે કલાકારોએ પોતાની કલાને ઈશ્વરની દેન સમજી તેને સાઈડ ઇન્કમ સમજી કોઈ અન્ય વ્યવસાય કે નોકરી અપનાવવાની જરૂર છે. જો પહેલેથી જ આમ થયું હોત તો આજે જે દિવસો આવ્યા છે તે ન આવ્યા હોત. કચ્છમાં એવા પણ કલાકારો પણ છે કે જેઓ અન્ય નોકરી કે વ્યવસાય કરવા સાથે પોતાની કળાનો ઉપયોગ કરવા પ્રોગ્રામોમાં ભાગ લે છે, જે આજે સુખી છે.

અન્ય સમાચારો પણ છે...