અકસ્માત:ભચાઉ પાસે રિક્ષા સાથે ટેન્કર અથડાતાં પ્રૌઢે જીવ ગુમાવ્યો

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફુલરા પાસે અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત

ભચાઉ હાઇવે પર અને લખપત તાલુકાના ફુલરા-ધારાશી પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતના અલગ અલગ બે બનાવોમાં રિક્ષામાં સવાર 52 વર્ષીય પ્રૌઢનું અને બાઇક સવાર 36 વર્ષીય મહિલાનું ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હોવાની ઘટના નોંધાઇ છે.

રાપરના ભરવાડવાસમાં રહેતા 45 વર્ષીય વનાભાઇ ભગુભાઇ ભરવાડે ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના કૌટુંબીક ભાઇઓ સક્તાભાઇ દેવશીભાઇ ભરવાડ, બીજલભાઇ ધનાભાઇ ભરવાડ તેમજ અન્ય માણસો પ્રાગપરથી તા.12/2 ના સવારે વજાભાઇ ધીંગાભાઇ કોલીની છોટા હાથી રિક્ષામાં ચોપડવા કામ પતાવી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ભચાઉ નજીક ધનરાજ હોટલ સામે આગળ જતા ટેન્કરમાં રિક્ષા અથડાતાં 52 વર્ષીય બીજલભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહો઼ચતાં તેમનું મોત નિપજ્યું હતું. તેમણે રિક્ષા ચાલક વજાભાઇ વિરૂધ્ધ ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

જ્યારે ગત 10 ફેબ્રુઆરીના લખપત તાલુકાના ફુલરા ગામે રહેતા જીવાબેન કરમશીભાઇ બલીયા (ઉ.વ.36) તેમના પતિ કરમશીભાઇ ડાયાભાઇ બલીયા સાથે મોટર સાયકલમાં જઇ રહ્યા હતા. ત્યારે કુલરા અને ધારેશી ગામના વચ્ચેના માર્ગ પર અકસ્માતે બાઇક પરથી પડી ગયા હતા. જેમને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં રવિવારે રાત્રીના દસ વાગ્યે મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. નારાયણસરોવર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...