અકસ્માત:ભુજની ભગવતી હોટલ પાસે ટ્રક ચાલકે અડફેટે લેતા એક્ટિવ સવાર પ્રોઢનું મોત

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજથી કામ પતાવી સહજાનંદ નગર જતી વેળાએ પ્રૌઢ અકમસાતનો ભોગ બન્યા

ભૌગોલિક રીતે દેશના સૌથી વિશાળ જિલ્લામાં વસ્તીની દ્રષ્ટિએ ઓછા ટ્રાફિક છતાં માર્ગ અકસ્માતનું પ્રમાણ ખૂબ ઊંચું રહેતું આવ્યું છે અને દૈનિક એક વ્યક્તિ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહી છે. આજે ભુજની હોટેલ પાસે વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક્ટિવા ચાલકનો ટ્રક હડફેટે જીવનદીપ બુઝાઈ જવા પામ્યો હતો.

ભુજ શહેર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ભુજથી કામ પતાવી પોતાના ઘર સહજાનંદ નગર તરફ જઈ એક્ટિવા નંબર જીજે12 8069 પર જઈ રહેલા 67 વર્ષીય વેલજીભાઈ લખુભાઈ ચાવડાને ઓવરટેક કરી રહેલી ટ્રકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને 108 મારફત ભુજની જીકે જનરલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયાનું ડો. પરેશ મહેતાએ જણાવ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ભુજ એ ડિવિઝન પોલીસે ટ્રક ડ્રાયવર વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...