તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગામને કોરોના મુક્ત બનાવવા મોટા અંગિયા દ્વારા જુન સુધીનો એકશન પ્લાન બનાવાયો

નાના અંગીયા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 100 ટકા વેક્સિનેશન કરાવનારા પરિવારને ગ્રામ પંચાયત દ્વારા વેરામાં અપાશે રાહત
 • સિ. સિટીઝનોના ગામ બહારના કામો પંચાયતની ટીમ કરી અપાશે, દર 15 દિવસે આરોગ્ય કેમ્પ યોજાશે

કચ્છમાં કોરોનાની બીજી લહેર ગ્રામીણ વિસ્તારોમાં પણ પ્રવેશી લોકોના મોતનું નિમિત બની છે. તેવામાં હવે સ્થાનિક સ્તરે લાંબા ગાળાના પગલા ભરવાનો સમય અાવી ગયો છે. હાલની કોરોના મહામારીને ધ્યાનમાં લઇને નખત્રાણા તાલુકાના મોટા અંગીયા ગ્રામ પંચાયત દ્વારા આગામી જૂન મહિના સુધીનું એકશન પ્લાન બનાવીને સમગ્ર કચ્છને નવીન ઉદાહરણરૂપ પુરુ પાડ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા નવિન પગલા જાહેર કરાયા છે. જેમાં અેવો નિર્ણય લેવાયો છે કે જે કુટુંબ, બંને તબક્કમાં સો ટકા વેક્સિન ડોઝ કરાવશે તે કુટુંબને વર્ષ 2020-21નો ગ્રામ પંચાયત વેરો માફ કરવા માટે, રાશનકાર્ડ અને આરોગ્ય વિભાગના પ્રમાણ પત્ર મુજબ પ્રોત્સાહન આપવામાં આવશે.

સિનિયર સિટીઝન વ્યક્તિઓને ગામ બહાર મેડિકલ સહિતના ખરીદી જેવી બાબતો માટે ગામ બહાર જવું ન પડે તે માટે ગ્રામ પંચાયત દ્વારા યુવાનો અને વાહનની વિનામૂલ્યે સેવા આપવામાં આવશે. કોઈ પણ કુટુંબમાં ક્વોરન્ટાઇન વ્યક્તિ હોય અથવા બીમાર વ્યક્તિ હોય અને તેમને ટિફિન સેવાની જરૂર હોય તો ગ્રામ પંચાયત દ્વારા વિનામૂલ્યે સેવા આપવામાં આવશે. ગામમાં દર પંદર દિવસે જનરલ આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવશે.

સગર્ભા અને દિવ્યાંગોને મેડિકલ અને પોષણક્ષમ આહાર માટે એક હજાર રૂપિયા ત્રણ મહિના સુધી તેમજ પુત્રી જન્મ માટે 2100 રૂપિયા પોષણક્ષમ આહાર અને તબીબી સહાય પેટે ચૂકવવામાં આવશે. તદુપરાંત હકારાત્મક વાતાવરણ ઊભુ કરવા ડિજિટલ હરીફાઇ યોજવામાં આવશે. જેમાં ચિત્ર, લેખન, કવિતા, ગીતો બનાવનાર શ્રેષ્ઠ સર્જનકારોને રોજે રોજ પ્રમાણપત્ર અને ઇનામો આપવામાં આવશે.

ગામમાં કોરોન્ટાઈન સેન્ટર બનાવવા માટે તાલુકાના આરોગ્ય વિભાગ પાસે મંજુરી માગવામાં આવી છે. જેમાં દર્દીઓને સાર સંભાળ રાખવા તેમજ તેમના માટે ભોજન સહિતની વ્યવસ્થા માટે પંચાયત જવાબદારી નિભાવશે. ઉપરોક્ત તમામ કામગીરી આગામી જૂન માસ સુધીનું વિશેષ આયોજન કરીને સરકારી ગાઈડ લાઈનનું પાલન કરીને, સમયાંતરે સ્વૈચ્છિક લોક ડાઉનનો અમલ કરવા માટે ગ્રામ પંચાયતના સરપંચ ઈકબાલભાઈ ઘાંચી દ્વારા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો