તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મુંદ્રા કસ્ટોડિયલ ડેથના એક આરોપી પોલીસને ‘ઢિંચ્યાઉ’ કરવાનો શોખિન

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફેસબુક પર વર્દીમાં રિવોલ્વર લટકાવી સીનસપાટા કરતા ફોટા અપલોડ કરેલા
 • કયા કારણોસર સામાન્ય પોલીસ કર્મચારીને બંદુક ફાળવાઇ તે તપાસ જરૂરી

સમાઘોઘાના બે ગઢવી યુવાનના કસ્ટડીમાં માર મારવાને કારણે મોત થયા છે જયારે ત્રીજો યુવાન સારવાર હેઠળ છે. જે બનાવના આરોપી એવા પોલીસ કર્મચારીએ પોતાની ફેસબુક પર રિવોલ્વર સાથેના પાંચેક ફોટા અપલોડ અગાઉ કર્યા છે. આમ પોલીસ કર્મચારી ‘ઢિચ્યાઉ’ કરવાનો શોખિન હોય તેવું દેખાઇ રહ્યું છે.

મુંદરા તાલુકાના સમાઘોઘાના બે યુવાનોનો કસ્ટોડિયલ ડેથના આરોપી જયદેવસિંહ અજીતસિંહ ઝાલા (રહે. વઢવાણ, સુરેન્દ્રનગર) પાસે બંદુકનો હથિયાર છે અને તેણે ફોટા પણ પોતાની ફેસબુક પર મુકેલા છે. 2018માં આ ફોટો તેણે અપલોડ કર્યા છે. હથિયાર સાથેના આઠેક ફોટા અપલોડ કર્યા હોવાથી તે દબંગાઈ કરવાનો શોખ ધરાવતો હોવાનું દેખાઇ રહ્યું છે. સામાન્ય પોલીસ કર્મચારીને કયા કારણોસર સર્વિસ રિવોલ્વર ફાળવાઇ છે તેમજ ફોટા મુકેલા છે તે રિવોલ્વર પોતાની છે કે અન્ય કોઇ કર્મચારીની તેના પરથી પડદો ઉચકાયો નથી. અન્યની સર્વિસ રિવોલ્વરમાં ફોટા પડાવી સીનસપાટા કરવા માટે ફેસબુક પર મુકયા હોય તેવું પણ બની શકે છે.

આ અંગે પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સીંઘે જણાવ્યું હતું કે, જયદેવસિંહ ઝાલા નામના પોલીસ કર્મચારીએ પોતાની ફેસબુક આઇડીમાં વર્દીમાં રિવોલ્વર સાથે રાખી ફોટા મુકયા છે, જે 2018માં અપલોડ કર્યા છે. આ પોલીસ કર્મચારીને કયા કારણોસર રિવોલ્વર ફાળવાઇ છે, અગાઉ કમાન્ડર હતા કે અન્ય કોઇ ખાસ ફરજ હોવાના કારણે રિવોલ્વર ફાળવાઇ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની અટકાયત થયા પાછળ આ તમામ પ્રશ્નો પરથી પડદો ઉચકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો