માતા શું આટલી હદે નિષ્ઠુર બની શકે?:ગાંધીધામના ઝોન વિસ્તારમાંથી ત્યજેલુ એક શિશુ મળી આવ્યું

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિશુને હાલ રામબાગ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું
  • બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી માતાની તલાસ માટે તજવીજ હાથ ધરી

પંચરંગી શહેર ગાંધીધામ નજીકના ઝોન વિસ્તારમાંથી આજે રવિવારે સવારે ત્યજેલું એક નવજાત શિશુ મળી આવ્યું હતું. ત્યારે શિશુને હાલ રામબાગ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે. આ ઘટનાની નોંધ લઈ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માસૂમ બાળકને ત્યજી દેનારી માતાની શોધખોળ હાથ ધરાઈઆ બનાવની મળતી માહિતી મુજબ ગાંધીધામ શહેરના ઝોન વિસ્તારમાં આવેલા પીએસેલના ખાલી પ્લોટમાં આજે રવિવારે સવારે ત્યાજેલું એક નવજાત બાળક મળી આવ્યું હતું. આ માર્ગ પરથી પસાર થતા રાહદારી રામજીભાઈ ઝરૂને બાળકના રડવાનો અવાજ સંભળાતા તેમણે 108ની મદદથી આ બાળ શિશુને રામબાગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. ત્યારે આ ઘટનાને લઈ બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી માસૂમ બાળકને ત્યજી દેનારી માતાની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...