માવતર કમાવતર થયાં:કચ્છ જિલ્લામાં નવજાત બાળકીઓ ત્યજી દેવાની બે ઘટનાઓ સામે આવતાં પંથકમાં ચકચાર

ભુજ13 દિવસ પહેલા
  • અંજલી નગર વિસ્તારમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી
  • અબડાસાના કુકડાઉ ગામના તળાવમાંથી નવજાત બાળકી પાણીમાં તરતી મળી આવી
  • બંને બાળકીઓને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ

ભુજ શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલા અંજલી નગર વિસ્તારમાં આજે મંગળવારે બપોરે ત્યજી દેવાયેલી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી. નવજાત શિશુ પર આસપાસના રહીશોની નજર પડતાં તેમણે બનાવની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્યજાયેલી બાળકીનો કબ્જો લઈ તેને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આવી જ અન્ય એક ઘટનામાં અબડાસા તાલુકામાં પણ નવજાત બાળકી મળી આવી હતી.

પશ્ચિમ કચ્છના છેવાડાના અબડાસા તાલુકાના કુકડાઉ ગામના રાધાસર તળાવમાંથી આજે મંગળવાર બપોરે નવજાત બાળકી પાણીમાં તરતી હાલતમાં મળી આવી હતી. જ્યાં લોકોએ બાળકીને કિનારે લાવી પોલીસમાં જાણ કરી હતી. બાળકીને સ્થાનિક પ્રાથમિક સારવાર આપ્યા બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

કચ્છમાં ત્યજાયેલી હાલતમાં શિશુ મળવાની ઘટનાઓમાં આ વર્ષે પણ વધારો જોવા મળી રહ્યો છે. સમયાંતરે એક પછી એક ત્યજાયેલા નવજાત શિશુ મળવાના બનાવો સામે આવી રહ્યા છે. તેના વચ્ચે આજે મંગળવારે વધુ એક તાજી જન્મેલી બાળકી ભુજના અંજલિ નગર વિસ્તારના ઉકરડામાંથી મળી આવી હતી. જેની જાણ પોલીસને થતાં નાજુક બાળકીને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય એક ઘટનામાં અબડાસા તાલુકામાં પણ નવજાત બાળકી મળી આવી

પશ્ચિમ કચ્છના છેવાડાના અબડાસા તાલુકાના કુકડાઉ ગામના રાધાસર તળવમાંથી આજે બપોરે નવજાત બાળકી પાણીમાં તરતી હાલતમાં મળી આવી હતી. રમેશ ભાનુશાળીએ જણાવ્યું હતું કે લોકોએ બાળકીને કિનારે લાવી પોલીસમાં જાણ કરી હતી. બનાવના પગલે પાન્ધ્રો પીએસઆઇ એમ.એચ. પટેલ સ્થળ પર પહોંચ્યા હતા. આ બાળકીને પણ પ્રાથમિક સારવાર આપ્યા બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...