તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:માધાપરના 85 વર્ષીય વૃદ્ધાએ એસિડ પીધું, સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષથી માનસિક દવા ચાલુ હોવાનું પુત્રએ જણાવ્યું

ભુજનું જોડિયા નગર માધાપર ગામે આજે એક આરુચિકર બનાવ સામે આવ્યો હતો. જેમાં એક 85 વર્ષીય વૃદ્ધાએ એસિડ પી ને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ ગામમાં થતા લોકોમાં અરેરાટી સાથે ચર્ચા ફેલાવા પામી હતી.

ભુજ બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ માધાપરના નવાવાસ વિસ્તારમાં રામ મંદિર પાસે રહેતા 85 વર્ષીય રામબાઈ મનજી પિંડોરિયા નામના વૃદ્ધાએ તેમના નિવાસસ્થાન ખાતે આજે વહેલી સવારે 6.30ના અરસામાં અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. જેની જાણ તેમના નાના પુત્ર થતા મોટાભાઈને બોલાવી સારવાર માટે દવાખાને લઈ ગયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ મોટા પુત્ર નારણભાઈએ કરી હતી.

અલબત્ત સત્સંગી જીવન જીવતા અને અત્યાર સુધી શારીરિક હાલ ચાલ કરી શકતા સ્વસ્થ રામબાઈની છેલ્લા બે વર્ષથી માનસિક સારવાર ચાલુ હતી ત્યારે આજે શનિવાર સવારે અકળ કારણોસર મોત વ્હાલું કરી લીધું હોવાનું પુત્ર નારણભાઇએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...