તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:લોરીયામાં ૨૮ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ લીધો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શિકરામાં પણ યુવાને અગમ્ય કારણે આયખું ટુંકાવ્યું

ભુજ તાલુકાના લોરીયા વાડી વિસ્તારમાં રહેતો ૨૮ વર્ષીય યુવાન ગળેફાસો ખાઇ આત્મઘાતી પગલું ભર્યું હતું. ભુજ બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ, ભુજ તાલુકાના લોરીયા સીમમાં રહેતો દિનેશ દયારામ ભાનુશાલી નામનો શખ્સ શનિવારે રાત્રીથી રવિવારે સવારે સાત વાગ્યા સુધી કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ ફાવી દુનિયાને અલવિદા કહી દીધી હતી. હતભાગીને જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બી ડિવિઝન પોલીસે કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી હતી.

ભચાઉ તાલુકાના શિકરા ખાતે રહેતા યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરની સામેના ઝાડમાં ગળે ફાંસો ખાઇ લઇ આયખું ટુંકાવ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ હતી. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, શિકરા ખાતે રહેતા 25 વર્ષીય કરશન વેલાભાઇ ભીલે પોતાના ઘર સામે આવેલા ઝાડમાં રસ્સી બાંધી અગમ્ગય કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો હતો . તેનો ભાઇ હરિ વેલા ભીલ ભચાઉ સીએચસી ખાતે લઇ આવ્યો હતો. ફરજ પરના તબીબે આ બાબતે ભચાઉ પોલીસને જાણ કરતાં કયા કારણથી આ યુવાને અંતિમ પગલું ભરી લીધું તે જાણવા પોલીસે વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...