મુલાકાત:ધોરડોમાં અમિત શાહે નકશા દ્વારા સરહદ પણ નીહાળી!

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બીએસએફ, પોલીસ અને સરકાર દ્વારા તૈયાર કરાયેલી પ્રદર્શની નિહાળી : અટપટી ક્રીકોની માહિતી મેળવી
  • હસ્તકલા કારીગરોની કલાને બિરદાવી: કેન્દ્રિય કૃષિ ગ્રામીણ વિકાસ મંત્રી તોમર, મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાયા

સરહદી વિસ્તારોમાં ઊભી કરાયેલી સુવિધાની ઝાંખી કરાવતા પ્રદર્શનને ગૃહમંત્રી અમિત શાહે ખુલ્લુ મુક્યું હતું. કેન્દ્રીય કૃષિ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને રાજયમંત્રી વાસણભાઇ આહિરે પણ નિહાળ્યુ હતું.

આ પ્રદર્શનમાં રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી પહોંચેલી સુવિધાઓ અને સરહદી વિસ્તારના લોકોની સુવિધામાં થયેલા વધારાની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા ગુનાખોરીને નિયંત્રણમાં લાવવા ટેકનોલોજીનો ઉપયોગ તથા નાગરિકોના રક્ષણ માટે લેવામાં આવી રહેલા પગલાં અને પોલીસની નોંધપાત્ર કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યું હતું. તો બીએસએફ દ્વારા ઉભા કરાયેલા સ્ટોલનું નિરીક્ષણ કરી જવાનોને બિરદાવ્યા હતા. કચ્છની હસ્તકલા, રોગન કલાના કલાકારોના પણ સ્ટોલની મુલાકાત લીધી હતી.

જ્યાં સુધી સીમા પર બીએસએફ છે, મને ચિંતા નથી !
બીએસએફના પ્રદર્શનની મુલાકાત બાદ અમિત શાહ ખૂબ જ પ્રભાવિત થયા હતાં. તેઓએ વિઝિટર્સ બુકમાં સંદેશો લખ્યો હતો કે જ્યાં સુધી સીમા પર બીએસએફ છે, ત્યાં સુધી મને સીમાની ચિંતા નથી. સંપૂર્ણ દેશ તમારા પર ગર્વ કરે છે. જેમા હું પણ સામિલ છું.

શાહે બીએસએફના હથિયારો નિહાળ્યા
પ્રદર્શનીમાં અમિત શાહની સાથે બીએસએફડીજી આકેશ અસ્થાના સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. શાહે પ્રદર્શનમાં હથીયારો નિહાળ્યા હતાં. ત્યારબાદ સીમાવર્તીના વિસ્તારના જનપ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. બીએસએફ દ્વારા સરહદ પર થઇ રહેલા વિકાસકામોની માહિતી આપી હતી.

ભુજમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કેન્દ્રિય ગૃહમંત્રીની બેઠક
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે ધોરડો ખાતેના સરહદી ક્ષેત્ર વિકાસ સંમેલન બાદ ભુજમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સુરક્ષાદળોના મુખ્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ સચિવો સાથે મિટિંગ કરી, જરૂરી સૂચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...