તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટા ચૂંટણી:અમિત ચાવડા, હાર્દિક પટેલ અને પરેશ ધાનાણી ગુરૂવારે કચ્છમાં

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં એક બાજુ કોરોના વકરી રહ્યો છે. બીજીબાજુ અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી હોવાથી રાજકીય આગેવાનો બેઠકો અને ગામેગામ મુલાકાતો કરી રહ્યાં છે. કોંગ્રેસી ધારાસભ્ય સંતોકબેન આરઠિયાના પતિ ખૂદ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેવામાં ગુરૂવારે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ કચ્છ આવી રહ્યાં છે.

આ અંગે મળતી વિગતો મુજબ પ્રદેશ કોંગ્રેસના આગેવાનો લખપતના માતાનામઢ આવી રહ્યાં છે. તા.6/8ના બપોરે તેઓ એક હોટલમાં હાજરી આપી કચ્છ જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી આ બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓની સાથે કચ્છના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિતના અન્ય હોદેદારો હાજરી આપશે. કચ્છમાં કોરોના વચ્ચે જ રાજકીય કાર્યક્રમો ચાલી રહ્યાં છે. ભાજપ દ્વારા પણ બેઠકો અને લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમો કરાઇ રહ્યાં છે. ભાજપના તો અનેક ચૂંટાયેલા નેતાઓ માસ્ક પહેરવાની પણ તસ્દી લઇ રહ્યાં નથી.

અન્ય સમાચારો પણ છે...