તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોલમાલ:સ્થાનિક તંત્રના ભેદી મૌન વચ્ચે એજન્ટ પતિએ ખાતેદારોને ચૂપચાપ પૈસા ચૂકવાનું શરૂ કર્યું

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 30 જેટલા ખાતેદારોને વ્યાજ સહિતની રકમ રોકડેથી ચુકવી, ફોજદારીને ટાળવા પ્રયાસ
 • ખાતેદારો બોગસ પાસબુક લઇ પોસ્ટ ઓફિસમાં પહોંચતા ફૂટ્યો ભાંડો

રાવલવાડી પોસ્ટ ઓફિસમાં એક મહિલા એજન્ટના પતિ અને કર્મચારીઓ દ્વારા અંદાજિત 8.25 કરોડના આચરાયેલા કૌભાંડમાં પોસ્ટ ખાતાના જવાબદાર અધિકારીઓ, વિજિલન્સ ટીમના ભેદી મૌન વચ્ચે એજન્ટ પતિએ 30 જેટલા બોગસ ખાતેદારોને વ્યાજ સહિતની રકમ રોકડેથી ચુકવી દીધી હોવાના હેવાલ મળી રહ્યા છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અનેક લોકો પોસ્ટ ખાતામાં ફિક્સ તેમજ રિકરીંગ ખાતામાં ભરવા માટે એજન્ટને રૂપિયા આપતા હતા, જે પોસ્ટ ખાતામાં જમા ન કરાવી પાસબુક અને ફિક્સ ડિપોઝિટની રસીદ બોગસ એજન્ટ દ્વારા બનાવાઇ હોવાનું બહાર આવી રહ્યું છે. અમુક ખાતેદારો આ એજન્ટ મહિલાના પતિ દ્વારા અપાયેલી પાસબુક લઇને રૂપિયા ઉપાડવા જતાં ટપાલ વિભાગમાં આવા કોઇ ખાતા કે, રકમ જમા ન હતી, જેથી 30 જેટલા ખાતેદારોએ મહિલા એજન્ટના ઘરે હોબાળો કરતાં ભાંડો ફૂટ્યો હતો. મહિલા એજન્ટ પતિએ મૂળ રકમ અને પોસ્ટ ખાતાના વ્યાજ મુજબની તમામ રકમ રોકડમાં આપી દીધી હતી, જેથી 30 જેટલા રોકાણકારોએ રાહતનો દમ લીધો છે.

ચર્ચાનો વિષય બનેલા આ કૌભાંડમાં હજુ મોટા ધડાકા થાય તેમ છે કારણ કે, વર્ષો પહેલા મરણ પામેલા તેમજ રિકરીંગમાં અધવચ્ચે પડેલ ખાતાની રકમો આ એજન્ટ પતિ અને ટપાલ વિભાગના કર્મચારીની સાંઠગાંઠથી બારોબાર ઉપડી ગઇ છે. વિજિલન્સ ટીમ અને ટપાલ વિભાગના મૌનથી રહસ્યના તાણાવાણા સર્જાયા છે. હજુ અનેક પરિવારોના કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેવું ચર્ચાઇ રહ્યું છે.

સામાન્ય રીતે આ રકમ માત્ર ચેકથી જ મળી શકે પરંતુ એજન્ટ પતિએ 30 જેટલા ખાતેદારોને મસમોટી રકમ રોકડેથી ચુકવી તે પણ એક કૌભાંડ છે. મિરજાપરની એક મહિલાની મોટી રકમની ઉચાપત કરાઇ હતી, જેથી આ મહિલા આ એજન્ટ પાસે ગઇ હતી પરંતુ દાદ ન આપતા તે માનસિક બીમાર થઇ ગઇ હોવાના હેવાલ મળી રહ્યા છે. ટપાલ વિભાગ પરથી લોકોનો ભરોસો ન ઉઠી જાય તે માટે આ કૌભાંડમાં તટસ્થ તપાસ કરાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો