પાસાની મોટા ભાગની દરખાસ્તો નાપાસ:કચ્છમાં વધતા જતા ક્રાઇમ વચ્ચે 3 વર્ષમાં પાસાની 85થી 64 ટકા દરખાસ્ત નામંજૂર !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભામાં સરકારે આપેલા આંકડા કચ્છ પોલીસ માટે વિચારવા સમાન
  • પોલીસે કાયદા અનુરૂપ જોગવાઇ ન કરી હોવાથી દરખાસ્તો થઇ રહી છે નામંજૂર

કચ્છમાં ચોરી, દારૂ સહિતના ગંભીર ગુનાઅોમાં જબ્બર વધારો થયો છે. ગંભીર ગુનાઅોના મામલે કચ્છ રાજ્યમાં અમદાવાદ અને સુરત બાદ ત્રીજા સ્થાને છે ! ગંભીર ગુનાઅોની વધતી સંખ્યા અને માથાભારે તત્વોને કાબુમાં રાખવા કચ્છમાં પોલીસ પાસાનો શસ્ત્ર પણ વાપરતી હોય છે ! પરંતુ ચોંકાવનારી વાત અે છે કે તેમાંથી 85થી 64 ટકાથી વધારે અરજીઅો નામંજૂર કરવામાં અાવે છે ! વર્ષ 2021માં કચ્છ પોલીસે અધધ 207 પાસાની દરખાસ્ત કરી હતી, જેમાંથી અધધ 134 નામંજૂર થઇ હતી ! અેટલે કે 64 ટકા અરજી નામંજૂર થઇ હતી !

કચ્છમાં વર્ષ અધધ 7 કરોડથી વધારે દારૂ પકડાય છે ! હત્યા, લૂંટ, મારામારી જેવા બનાવોની સંખ્યા પણ રાજ્યના મહાનગરોની લગોલગ હોય છે. તેના પગલે કચ્છમાં પાસાની દરખાસ્તો પણ મોટી સંખ્યામાં કરવામાં અાવતી હોય છે. પરંતુ તેમાંથી 80થી 60 ટકા અરજીઅો નામંજૂર કરવામાં અાવે છે. પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત જિલ્લા કલેક્ટરને મોલકવામાં અાવે છે. પોલીસની અરજીની ગંભીરતા અને હકીકતના અાધરે કલેક્ટર દરખાસ્તને મંજૂર અથવા નામંજૂર કરે છે. જો કલેક્ટર અરજી મંજૂર કરે તો તેનો ધરપકડ વોરન્ટ નિકળે છે.

વોરન્ટના અાધારે પોલીસ અારોપીને પકડી પાડી જિલ્લા બહારની જેલમાં મોકલી અાપે છે. તેવામાં કચ્છમાં છેલ્લા ત્રણ વર્ષમાં 85 ટકાથી 64 ટકા દરખાસ્તો નામંજૂર થઇ હોવાના અાંકડા તાજેતરમાં વિધાનસભામાં સરકારે અાપ્યા હતાં. ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઅો અટકાવવાના કાયદા (પાસા)ની જોગવાઅોને અનુરૂપ દરખાસ્તો ન થઇ હોવાથી અરજીઅો નામંજૂર કરવામાં અાવી હોવાની માહિતી સરકારે અાપી હતી ! તેનો મતલબ કચ્છ પોલીસ કાયદાને અનુરૂપ દરખાસ્તો કરી રહી નથી!

શું છે પાસાનો કાયદો
રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા 1985 થી ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અધિનિયમ (પાસા) અમલી છે. આ અધિનિયમ અંતર્ગત પાસાના કાયદામાં જે જોગવાઇઓ છે તે મુજબ આઇપીસી તથા આર્મ્સ એકટ હેઠળના ગૂનાઓ આચરનારી વ્યક્તિ, ભયજનક હોય તેવી વ્યક્તિ, ખાનગી અને સરકારી મિલ્કત પચાવી પાડે તેવા પ્રોપર્ટી ગ્રેબર વ્યક્તિ તેમજ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા તેવા ડ્રગ ઓફન્ડર્સ, જુગારનો અડ્ડો ચલાવનારા, દેહવિક્રય જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલ ગૂનેગાર વ્યક્તિઓ, ગૌવંશની હત્યા અને ગૌ માસની હેરાફેરી કે વેચાણ કરનારા લોકો તથા દારૂનો ગેરકાયદે ધંધો કરનારા બૂટલેગર વ્યકિતઓ વિરૂદ્ધ પાસા કાયદાની જોગવાઇનો ઉપયોગ કરી અટકાયત કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...