આપઘાત કે કુદરતી મોત:ભુજ જી.કે.જનરલ હોસ્પિટલના શૌચાલયમાંથી 5 દિ’થી લાપતા એમ્બ્યુલન્સ કર્મચારીનો મૃતદેહ મળ્યો

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પીએમ રિપોર્ટમાં હાર્ટ એટેક આવ્યો પણ લાશ પાસે ઇન્જેકશનનો મળ્યા

ભુજ જી.કે.જનરલ હોસ્પિટલના બાથરૂમમાંથી 5 દિવસથી લાપતા એમ્બ્યુલન્સના કર્મચારીનો મૃતદેહ મળી આવતાં આપઘાત કે કુદરતી મોત થયાના ભેદ ભરમ વચે દોડધામ મચી જવા પામી હતી. પોલીસે યુવકની લાશનું પીએમ કરાવી તપાસ શરૂ કરી છે.

હોસ્પિટલના જનરલ શૌચાલયની સફાઈ માટે મંગળવારે સવારે સફાઈ કર્મચારી જતાં આવ્યા ત્યારે બીજા નંબરના શૌચાલયનો દરવાજો અંદરથી લોક હોવાથી હોસ્પિટલ પ્રશાસનને જાણ કરી હતી અને દરવાજો તોડી તપાસ કરતા શૌચાલયમાંથી પ્રાઇવેટ એમ્બુલન્સમાં કામ કરતા દિનારાના મહેન્દ્ર મંગારામ મારવાડા (ઉ.વ.23) નામના યુવક મૃત હાલમાં મળી આવ્યો હતો. બી ડિવિજન પોલીસ મથકને જાણ કરાતાં પોલીસે બનાવની નોંધ લઇ હતભાગીના મૃતદેહનું પીએમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. હતભાગી યુવક છેલ્લા પાંચ દિવસથી લાપતા હોવાનું અને તેમના પરિવારજનોએ બે દિવસ પહેલા પોલીસ મથકે ગુમ નોંધ દાખલ કરાવી હતી. પીએમ રિપોર્ટમાં યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યુ છે. તો, બીજી તરફ સુત્રોના જણાવ્યા પ્રમાણે દવાના ઓવરડોઝના કારણે યુવાનનું મોત થયું હોવાની શંકા વ્યક્ત કરાઇ છે. ત્યારે યુવકનું ઓવરડોઝ થકી મોત થયું છે કે, કુદરતી મોત તે અંગે રહેલા ભેદ ભરમ વચ્ચે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકની લાશ પાસે ઇન્જેકશન મળી આવ્યું
શૌચાલયમાં મૃતકની લાશ પાસે ઇન્જેકશન પણ મળી હોવાનું તેમજ યુવકનો હાથ કાળો પડી ગયો હોવાનું સુત્રોમાંથી બહાર આવ્યું છે. ત્યારે કયા કારણોસર મોત થયું તે અંગે પોલીસે જીણવટ ભરી તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે...