તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Ambulance Carrying Kovid Patient From Kutch To Ahmedabad Accident Near Viramgam, Death Of Driver cleaner, Rescue Of Patient And Tolerance

કરુણતા:કચ્છથી અમદાવાદ કોવિડ પેશન્ટને લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સનો વિરમગામ પાસે અકસ્માત, ડ્રાઈવર-ક્લીનરના મોત, દર્દીનો બચાવ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંધ ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતા અકસ્માત સર્જાયો

વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટિયા પાસે મંગળવારે સવારે 10 વાગ્યાના અરસામાં ભુજથી અમદાવાદ જઇ રહેલી એમ્બ્યુલન્સ ધડાકાભેર ટ્રકમાં અથડાઇ હતી. એમ્બ્યુલન્સમાં આગળ બેઠેલા ભુજના ડ્રાઇવર અને કમ્પાઉન્ડરના ઘટના સ્થળે જ મોતને ભેટયા હતા ત્યારે એમ્બ્યુલન્સમાં સવાર દર્દીનો આબાદ બચાવ થયો હતો જેને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યારે મૃતકોને વિરમગામ સરકારી હોસ્પિટલ પીએમ માટે ખસેડાયા હતા અકસ્માત થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો ઉભા થયા હતા.

આશાસ્પદ યુવાનોના મોતથી પરીવારજનો અને મિત્રવર્તુળમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વિરમગામ નજીક હાઇવેપર વડગાસ ગામના પાટીયા નજીક ઉભેલી ટ્રક પાછળ ખાનગી એમ્બ્યુલન્સ અથડાતા થયેલ અકસ્માત માં એમ્બ્યુલન્સ ચાલક ધવલકુમાર વિનયભાઈ જોશી ઉંમર આશરે 28 વર્ષ રહે.કચ્છ ભુજ તેમજ પેરામેડિકલ કમ્પાઉન્ડર સહેજાદ અનવર ભાઈ સમા ઉંમર 25 વર્ષ રહેવાસી કચ્છ ભુજ ના મોત નિપજયા હતા જ્યારે ખાનગી એમ્બ્યુલન્સમાં ભુજ થી અમદાવાદ સારવાર માટે લઈ રહેલ કોવિડ ના દર્દી સહિત અન્ય 1 ને ઇજા સામાન્ય ઇજાઓ થતાં સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા હતા.

ધવલ જોષી અને શહેજાદ સમા
ધવલ જોષી અને શહેજાદ સમા

વિરમગામ નજીક હાઈવે પર વડગામના પાટિયા પાસે ટ્રકમાં ખરાબી સર્જાતા ઉભી હતી જ્યારે ભુજ તરફથી આવી રહેલ એમ્બ્યુલન્સ ના ચાલકે વધુ સ્પીડ હોય આગળ ઉભેલી ટ્રક જોત સાઈડ કાપવા પ્રયાસ કરેલ છતાં એક બાજુ અથડાઈ પડતાં અકસ્માતની કરૂણ ઘટના બની હતી

અન્ય સમાચારો પણ છે...