તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા વધુ 29 સ્થળોએ પ્રતિબંધો લદાયા છે. જો કે, મુન્દ્રા અને માંડવી તાલુકામાં જે-તે પ્રતિબધિત વિસ્તારની અવધિ પૂર્ણ થવા આવી છે ત્યારે હવે તે વિસ્તાર જાહેર કરાયા છે. વધુમાં આ બંને તાલુકામાં કયાંક-કયાંક 20થી લઇને 52 ઘરોને એક સાથે પ્રતિબંધિત કરાયા છે પરંતુ તે મુજબ તંત્ર દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓના આંકડા જાહેર થતા નથી. જો એક સાથે આટલા મકાનો સીલ કરાતા હોય તો તે મુજબ સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ વધુ હશે જ.
આ જ પધ્ધતિ અપનાવી જિલ્લામાં કોરોનાના સંક્રમિત અને મૃત્યુ પામતા દર્દીઓના સાચા આંકડા જાહેર કરાતા નથી. તા.2 સુધી મુન્દ્રા તાલુકાના ગુંદાલા વડીલ વંદના-2ના 52 મકાન, માંડવીમાં દેવચંદ ચૌધરીના ઘરથી વલ્લભભાઇ વેલાણી, તા.3 સુધી મુન્દ્રાના પુજારા ફળિયાના 4 મકાન, તાલુકાના ગેલડાના મહેશ્વરી વાસમાં 37 મકાન, માંડવીમાં ભરત સોલંકીના ઘરથી હિમેશ મહેતા, લતીફ સોઢાના ઘરથી જુબેદા નોડે, તા.4 સુધી મુન્દ્રાની સમુદ્ર ટાઉનશીપના 22 ઘર, પુજારા ફળિયાના 23 મકાન, તાલુકાના બારોઇના શ્રીજી નગરના 28 ઘર, ગુંદાલા જૈન નગરના 31 મકાન, બારોઇ યશોદાનગરના 29, મોટી ભુજપુરના ખખરવાસમાં 26 મકાન, તા.5 સુધી ગઢશીશામાં રતિલાલ પટેલના ઘરથી શારદા રામાણીનું ઘર, હસ્તાબેન રાજગોરના ઘરથી શામજી ભગત, મુન્દ્રાની જૂની પોર્ટ કોલોનીમાં લક્ષ્મણ ચૌહાણના ઘરથી ભરત મહેશ્વરીનું મકાન, તાલુકાના નાના કપાયાની સુરભિ હોટેલ, દિલીપકુમાર સી. સેવકના ઘરથી ધરમ કુમારના ઘર સુધી 29 મકાન, તા.6 સુધી માંડવી તાલુકાના તલાવાણાના શ્રીરામ નગરમાં વિજય શંકર સંઘારની વાડી, તા.12 સુધી અબડાસાના મુખ્ય મથક નલિયાની બાપા સીતારામ મઢુલી, શકિત સોસાયટી, તાલુકા છાડુરાનું બાવાજી ફળિયું, મોખરાનું ભાનુશાળી ફળિયું, સાંધવનું સોઢા ફળિયું, લોડાયા ફળિયું, વાંકુનું દરબાર ફળિયું, તા.13 સુધી અબડાસા તાલુકાના કોઠારાનું જખ ફળિયું, મોથાળાનું નાનાભર ફળિયું, સાંધવનું કોળીવાસ, દરબાર ફળિયું, વરાડિયાનું જૈન ફળિયું, કોઠારાની સીલ્વરપાર્ક સોસાયટીને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાઇ છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.